આપે તે જે કરીએ તે હવે કરશે તેમ ઇચ્છું છું. આપણે આપણુને ધમકી આપીએ તેના જેવું કાંઈ જ નથી. ” રાતે ‘રાઈના પત' માટે કહે: વીણાવતીને દાખલ કરીને રમણભાઈ એ નાટકની કિંમત ઓછી કીધી છે. પાઞ્લા ભાગમાં જાણે વિધવા પુનર્વિવાહનું ચોપાનિયું લખતા હાય તેવુ થઈ ગયું છે. નાટક ઉત્તમ છે એમાં શક નથી, પણ આ ખામી તે છે જ. એણે ખૂબ ચડાવ્યું પણ આગળ જઈ ને પડ્યા. ' ૪-૭-૨૮ આજે પણુ સવાર સુધી વિશ્રાંતિ હતી. ક્કર આવ્યા, સ્વામી આવ્યા. સ્વામીની સાથે દિવસ બધે અહિંસા અને હિંસાની માથાકૂટ. આજે પ્રભુદાસને એક બહુ જ ચતુરાઈ, ડહાપણુ અને ઊંડા નિરીક્ષણથી ભરેલા પત્ર આવ્યા. આણુ ગયા તે વખતની બધા શિક્ષા સંબધે પોતાની છાપ વર્ણવે છે. અતિ તાદશ ચિતાર આપ્યા છે. તેને પત્ર લખ્યો : ચિ. પ્રભુદાસ, “ તમારા કાગળ . મેં ઘણા ધ્યાનથી તે રસથી વાંચ્યા છે. તમે તે લખવામાં બહુ ડહાપણ વાયુ છે. અવિનય જરાયે નથી. ભાષા વિનયવાળી છે તે સ્વતંત્રતાથી ભૂષિત છે તેથી મને બહુ મીઠી લાગે છે. તમારા કાગળ તમારી નિભયતા બતાવે છે. * *
“ મને કેટલીક ખબર ન હતી. તે સિવાયનું તમે જે લખે છે. તેનો આભાસ હતો. તમે વધારે ચોખ્ખા કર્યાં છે. મારું જ્ઞાન ઇલાજ લઉં તેટલું ન હતું. તમે આપેલા જ્ઞાનથી હું ઇલાજ લઈ શકીશ.
“મારા છેતરાવાથી આપણને નુકસાન નથી પહેાંચતું. જેમ કે તમારા ચારિત્ર કે અભ્યાસને ધક્કો નથી પહોંચ્યા. આપણે પોતે ઊંચા આદર્શને જાળવી રાખીએ તેા હરકત નથી આવતી. જે માણુસ પોતાનું ઘર ચાખ્ખુ રાખે તેના ઘરમાં મરક વગેરે પ્રવેશ જ ન કરી શકે. છતાં કદાચ પ્રવેશ કરે તોપણ ત્યાં સ્થાયી મુકામ ન કરી શકે. તેમ આપણે પોતે ચોખ્ખા રહીએ તે આપણા ઘરમાં દુષ્ટતા રૂપી મરકી દાખલ થાય તેપણુ તે લાંબે કાળ નભી નથી શકતી. તમે જોયું હશે કે મારા સબંધમાં આવેલા બધાના દોષો મેડાવહેલા તરી આવ્યા છે. “તમારે। કાગળ તમારી રજા મેળવી હું તે તે માણસાને વંચાવવા ધારું છું. તમારી ઉપર તે રેાત્ર નહીં કરે, ન જ કરાય. તમે અને બીજા મનમાં જે વિચાર રાખો તે જાહેર કરે એવું આપણે આશ્રમમાં માગીએ છીએ. હું
૯.
૧૩૭