અથવા સત્યાગ્રહના સિદ્ધાંતનેા હું વધારે સારી રીતે પ્રચાર કરી શકું એ તમે કબૂલ રાખો. એમ હું ધારું છું. મારી સ્થિતિ હું ખરાબર સ્પષ્ટ ન કરી શકો હાઉ તો બની શકે તો તમે મને મળવા આવી જાઓ.” આ પછી એક બીજો કાગળ એ જ વિષે લખ્યું, તેની નકલ નથી રાખી શકયો. આ સંબંધે છેલ્લે કાગળ આજે ઍન્ડ્રુઝને લખાયેલા તે ભાપુના વિચારે સંપૂર્ણ રીતે દર્શાવે છે. આ ૯ પ્રિય ચાલી, “ તમારા બધા કાગળેા મળ્યા છે. એ હું બહુ કીમતી ગણું છું, જોકે તેમાંથી મને બહુ થા આશ્વાસન મળે છે. તમે દર્શાવી છે તે કરતાં મારી મુશ્કેલી વધારે ઊંડી છે. તમે જે મુશ્કેલીઓ ઊભી કરી છે તેના જવાબ તો હું આપી શકું એમ છું. આ કાળમાં મારી મુશ્કેલીઓ શબ્દ કરવાને હું પ્રયત્ન કરીશ. બીજી બધી વસ્તુને બાજુએ મૂકી આ મુશ્કેલીઓએ જ મારું મગજ ભરી દીધું છે. હું બીજા કામેા કરતા દેખાઉં છું પણ તે કેવળ યાંત્રિક રીતે કરુ છુ. ખૂબ વિચારા કરવાથી મારા શરીર ઉપર પણુ અસર થઈ છે. ટ્રાઈની સાથે વાત કરવાનું પણ મને ગમતું નથી. મને કશું લખવાનું પશુ ગમતું નથી, મારા આ વિચાર પણ નહીં. તેથી આ કાગળ મે લખાવવા માંડયો છે. હું જોઉં છું કે મારા વિચારા સ્પષ્ટતાથી હું દર્શાવી શકું છું કે નહીં. ખરી વાત તો એ છે કે મારી મુશ્કેલીઓના પાર જ હું પામા શકયો નથી. તે ઉકેલવાની તો વાત જ ક્યાં રહી? તેના ઉકેલથી મારા તાત્કાળિક કાય` ઉપર કશી અસર થવાની નથી. ભવિષ્યનું હું કહી શકું નહીં. જો હુ વધુ જીજ્ગ્યા તો કાઈ પણુ રીતે એ ભેદને પાર હું પામી શકીશ. - “ તમે કહેા છે કે હિંદીએએ એક જાતિ તરીકે ભૂતકાળમાં પૂરા જ્ઞાન- પૂર્ણાંક હિંસાને ત્યાગ કર્યો હતા અને જ્ઞાનપૂર્વક માનવતાના પક્ષે ઊભા રહેવાનું પસંદ કર્યુ હતું. આ વસ્તુ શું ઐતિહાસિક દષ્ટિએ સાચી છે? મને તા મહાભારતમાં કે રામાયણુમાં અથવા તે મારા પ્રિય તુલસીદાસમાં, જે આધ્યાત્મિક દષ્ટિએ વાલ્મીકિ કરતાં ઘણું ચડી જાય એવું છે, તે કશામાં આ વસ્તુનાં નામનિશાન જણાતાં નથી. અત્યારે હું આ ગ્રન્થાના આધ્યાત્મિક અર્થને વિચાર કરતા નથી. એમાં અવતારી પુરુષોને જરૂર લેાહીતરસ્યા, વેરથી ભરેલા અને દુશ્મન પ્રત્યે દયાહીન એવા વણુવ્યા છે. દુશ્મનના પરાભવ કરવા માટે તેમણે યુક્તિપ્રયુક્તિઓને પણ આશ્રય લીધે છે. એ ગ્રન્થામાં યુોનાં વર્ષોના અત્યાર કરતાં ઓછાં ભભકભર્યાં નથી. માનવી કલ્પના કરી શકે એવાં વિનાશનાં સઘળાં શસ્ત્રાસ્ત્રોથી ચેહાને સજ્જ કરેલા છે. રામની કીતિ ગાવાને તુલસીદાસે જે
૧૪૨
૧૪૨