સ્વીકાર્યો છે કે મીજો મા` અખત્યાર કરવાની તેમનામાં તાકાત નથી. એ ખીજા માને મારા કરતાં તેઓ ઘણા વધારે બહાદુરીભર્યાં ગણે છે. મને ભય છે કે ચંપારણના લેા અથવા તે ખેડાના લેાકા નિભયપણે ફ્રાંસીને માંચડે ચડી જાય નહીં અથવા તેા ગાળીઓની ઝડીએ સામે ઊભા રહી શકે નહીં અને એટલા જોખમની સામે એમ પણ કહી શકે નહીં કે અમે મહેસૂલ નહીં ભરીએ અથવા તો તમારે માટે કામ નહીં કરીએ. એ વસ્તુ એમનામાં મને દેખાઈ જ નથી. એટલે મારી દલીલ એ છે કે જ્યાં સુધી પેાતાનું રક્ષણ કરવાની તાલીમ તેમને ન મળે ત્યાં સુધી એ નિય વૃત્તિ તે મેળવી શકશે નહી. અહિંસાના પાક તે એ માણુસને આપવાના છે જેનું જીવન જીસ્સાથી તરવરતું હાય અને જે પોતાના વિરોધીની સામે છાતી કાઢીને ટટાર ઊભા રહી શકે એમ હાય. મને લાગે છે કે અહિંસા પૂરેપૂરી સમજવા માટે અને બરાબર પચાવવા માટે શારીરિક હિંમતનો પૂરો વિકાસ થયેલા હોવા એ અનિવાય છે. ' હું તમારી સાથે સંમત નથી થતો કે હિંદુસ્તાન પોતાના નૈતિક બળથી પશ્ચિમમાંથી અથવા તો પૂર્વામાંથી, ઉત્તરમાંથી અથવા તો દક્ષિણમાંથી ગમે એટલાં લશ્કરા ઊતરી આવે તેમને પેાતાના કિનારા ઉપરથી પાછાં હટાવી શકે. સવાલ એ છે કે આવુ નૈતિક બળ એ શી રીતે ખીલવી શકે? આ નૈતિક મૂળના પહેલા સિદ્ધાન્તો પણ એ સમજી શકે તે પહેલાં એણે શરીરે અળવાન બનવું જોઈશે ખરું ? આજે કરાડા માણસા દરરોજ પ્રાતઃકાળે જગન્દિયતાના નામની આ પ્રમાણે ઠેકડી કરે છે: તદ્ શ્રમ નિમă ન ચ મૂતસંઘ: એ નિષ્કલ બ્રહ્મ હું છું, પચમહાભૂતોથી બનેલા આ દેહ તે હું નથી. પ્રાત: સ્મામિ હૃદ્વિ સાક્ષ્મતત્ત્વમ્ હું દરેજ સવારે મારા હૃદયમાં સ્ફુરી રહેલા આત્મતત્ત્વનું સ્મરણ કરું છું. વારો. વિન્તિ નિટ્વિા ચનનુપ્રદેશ ચ.ત્તિનેત્તિવનૈનિંગમા અવોજી: જેના અનુગ્રહથી તમામ પ્રકારની વાણી પ્રગટ થાય છે, વેદ પણ જેનું વર્ગુન નેતિ નેતિ કહીને કરે છે. “ હું કહું છું કે ઉપરના લેાકેા એલવામાં જગન્ધિયતાની આપણે ઠંકડી કરીએ છીએ. કારણ તેના ભવ્ય અ`ના કરા વિચાર કર્યા વિના પોપટની માર્ક એ રી જઈએ છીએ. આ લેાકમાં જે રહેલું છે તેના પૂરા અનેા એક પણ હિંદીને સાક્ષાત્કાર થાય તો હિંદ ઉપર ચડી આવતા બળવાનમાં
૧૪૪
૧૪૪