બળવાન લશ્કરને હડાવવા માટે તે એકલા પૂરતો થાય. પણ આપણામાં એ તાકાત આજે નથી અને જ્યાં સુધી દેશમાં સ્વતંત્રતા અને નિર્ભયતાનું વાતા- વરણુ ન વ્યાપે ત્યાં સુધી એ આવી શકવાની નથી. સવાલ એ છે કે એ વાતાવરણ શી રીતે ઉત્પન્ન કરવુ ? દેશના મોટા ભાગના લોકાને જ્યાં સુધી એમ લાગ્યાં કરે કે કેાઈ માણુસની અથવા તો પશુની હિંસા સામે પોતાનું રક્ષણ કરવાની તાકાત તેમનામાં નથી ત્યાં સુધી આવું વાતાવરણ પેદા થઈ શકે નહીં. એ તો સ્પષ્ટ છે કે એક બાળકને મેક્ષતા અ હું સમજાવી શકું તે પહેલાં તેનામાં પૂર્ણ મનુષ્યત્વતા વિકાસ થવા જોઈ એ. અમુક દરજ્જે એનામાં આ શરીરની અને આસપાસની દુનિયાની આસિત પેદા થવા દેવી જોઇ એ. તે જ આ શરીરના અને દુનિયાના ક્ષણુભગુર સ્વરૂપને ખ્યાલ હું તેને સહેલાઈથી આપી શકું અને તેને સમજાવી શકે કે આ શરીર આપણને ભાગ ભાગવવા માટે નથી મળ્યું પણુ તેમાંથી મુક્તિ મેળવવા માટે મળ્યું છે, તે જ પ્રમાણે કેાઈ પણુ માણુસના મનમાં અહિંસાને એટલે કે પૂર્ણ પ્રેમને સિદ્ધાંત ઉતારવા માટે એ મન પ્રાણવાન શરીરની મારફત બરાબર ખીલીને પરિપક્વ થાય એની મારે રાહ જોવી જોઈ એ. હવે મારી મુશ્કેલી અહીં ઊભી થાય છે કે આ વિચારને વ્યવહારમાં શી રીતે ઉતારવા ? પ્રાણવાન શરીર હોવુ એને શા અ ? હિંદીઓએ શસ્ત્ર ધારણ કરવાની તાલીમમાં કેટલે સુધી જવું પડશે ? દરેકે દરેક વ્યક્તિએ એ તાલીમમાંથી પસાર થવું પડશે કે સ્વતંત્રતાનું વાતાવરણ ઉત્પન્ન થાય અને લેડામાં શસ્ત્ર ધારણ કર્યા વિના પણ પોતાની આસપાસના વાતાવરણ- માંથી જ આવશ્યક હિંમત આવી જાય એટલું બસ છે? હું માનું છું કે બીજો વિચાર ખરા છે. તેથી અત્યારની પરિસ્થિતિમાં મારી વાત તદ્દન સાચી છે. જ્યારે દરેક હિંદીને હું લશ્કરમાં જોડાવાનું કહું છું ત્યારે સાથે સાથે સતત અને કહેતા રહું છું કે એ લશ્કરમાં જોડાય છે તે લોહીની તરસ છિપાવવા માટે નહીં પણ મરણને ભય ન રાખવાનું શીખવા માટે છે. સર હેનરી વેઈનનું આ કથન જીએ. મેરલેનાં સંસ્મરણે, પુસ્તક ખીજાં, એમાંથી હું એ ઉતારું છું : tr t દુનિયાની મહાન કામેાના જીવનમાં મરણુ ખહુ ઊંચું સ્થાન ભોગવે છે. બહાદુર અને ઉદાચિત્તને એ ગુણ જ છે કે વન કરતાં અમુક વસ્તુએને તે પહેલી પસંદગી આપે. એ વસ્તુ વિષે માણસના દિલમાં શકા ન હેાય અને તે માટે મરતાં એ ડરે નહીં, . સાચી સ્વાભાવિક બુદ્ધિ વનના અંતિમ ધ્યેય તરીકે સારી રીતે મરવાની કળા શીખવા પાછળ લાગેલી રહે છે. ખરેખર, જે સારી રીતે મરતાં શીખ્યા છે તેણે પોતાનું જીવન વેડફી નાખ્યું નથી. એ જીવનનું મોટામાં મોટું કવ્ય છે. જેને મરવાની કળાનું જ્ઞાન થયું છે તેને જ સ્વતંત્રતાનું જ્ઞાન થયું છે, તે જ સાચી મુક્ત દશામાં રહી શકે છે. તે કશાથી ડરતો નથી. તે
984
૧૪૫