લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
 
૧૫
 

" તો કસ્તૂરબાઈ ને તેમ કરવા સમજાવી શકું નહીં. એટલે એ બન્ને વસ્તુ મે છેડી દીધી અને કસ્તૂરખાઈ પાસે પણ છેડાવી. તેના ઉપચારમાં ખીજો કો ફેરફાર મેં કર્યાં નહાતો. એક અવાડિયામાં જ તેનું લોહી બંધ થઈ ગયું અને તેનું હાડપિંજર જેવુ થઈ ગયેલું શરીર ભરાવા માંડયું. ત્યારથી હું હજી મીઠુ ખાતા નથી. પણ કસ્તૂરબાઈ તે તે મીઠાની આદત એવી વળગેલી હતી કે એ છેડી દેવાની જરૂર ન રહેતાં જ તેની લાલચના તે સામનેા કરી શકી નહીં. એટલે પૂરેપૂરી સાજી થયા પછી એણે મીઠું લેવાનું શરૂ કર્યું. હજી પણ વખતોવખત તેને લેાહીવા થઈ આવે છે ત્યારે મીઠું છોડી દેવાથી અને ઘણુ- સ્નાન લેવાથી એ તદ્દન સાજી થઈ જાય છે. મારા પ્રયાગનાં આ સાત વર દરમિયાન મેં દમવાળા અને ફેફસાંના ખીન્ન વ્યાધિવાળા દરદીના ઉપચાર મીઠા વિનાને ખારાક આપીને કરેલા છે અને હમેશાં તેનાં સારાં પરિણામ આવ્યાં છે. મારે વિષે હું કહી શકું કે હું જેમના જેમના સંબંધમાં આવ્યા છું તે બધા કરતાં મીઠું નહીં લેવાને કારણે મેં કશી વધારે માંદગી ભોગવી નથી. હું માનું છું કે મીઠા વિનાના ખોરાકથી મારા બ્રહ્મચર્યવ્રતના પાલનમાં મને ઠીક ઠીક મદ મળી છે. આ બધા અનુભવે મારી સામે પડેલા હેાવાથી મીઠાની તમારી આગ્રહી હિમાયતથી મને કઈક આધાત લાગે છે. મારા શરીરમાં એક મોટા ફેરફાર થયેલા હું જોઈ રહ્યો છું અને તે વિષે દાતા સાથે મે ચર્ચા પણ કરી છે. પણ તેએ તેના ઉપર કશા પ્રકાશ પાડી શકયા નથી. મને કાંઈ વાગે છે તે પહેલાં કરતાં બહુ જલદી રુઝાઈ જાય છે. લાંખી મજલ પછી પણુ વધારાપડતો થાક લાગ્યો હોય એવું મને લાગતું નથી. પશુ હું ‘ ગ્રીનસ્ટિક ’ (Green stick) થઈ ગયા હાઉ” એમ લાગે છે. મારી ચામડી ખૂબ નાજુક અને આળી થઈ ગઈ છે. છરી વડે બીજી ટ્રાઈ વસ્તુના કરતાં વધારે સહેલાઈથી એ કાપી શકાય ! જોકે હું હમેશાં ઉધાડે પગે ચાલું છું છતાં મારા પગનાં તળિયાં બીજાની માર્કે કહ્યુ અને જાડાં થઈ જતાં નથી. મારાં અવાળુ પોચાં થઈ ગયાં છે. અને મારા માંમાં જે થાડા દાંત છે તે ઉપયોગના કરતાં શાભાના જ વધારે છે. એ શકય છે ખરું કે આ નાજુકાઈ મીઠા વિનાના ખારાકનું પરિણામ હોય ? અલબત્ત મારા જીવનમાં મે' બીજા ઘણા ફેરફાર કરેલા છે એટલે આને માટે એકલા મીઠાને જવાબદાર ગણુવુ એ મુશ્કેલ છે. મારા શરીરમાં આ ખરાબી. પ્રત્યે જો તે ખરાબી ગણી શકાય તે — મારું ધ્યાન ન ખેંચાયું હાત તો બીજા ધણા લાભા જે મેં અનુભવ્યા છે તેને લીધે મીઠા વિનાના ખારાકની બહુ જોરદાર હિમાયત હું કર હાત. તમારી પાસેથી મને કાંઈ પ્રકાશ પાડનારી મદદ મળે તે કાંઈ નહીં તે થાડા વખત માટે પણ હું મીઠું ખાવા માંડવાનું પસંદ કરું. અને મારા શરીર ઉપર તેનાં શાં પરિણામ - LA