અને રિક્રૂટ આપતા જઈ એ તો કેવું સારું! બીજે દિવસે ઝીણાને કાગળ લખ્યા તેમાં લખ્યું છે : ” “ એ કેવું ભવ્ય થાય કે આપણે રંગરૂટની ભરતી કરતા જઈ એ અને તેની સાથે સાથે ૨૪ આ સુધારાની ચેોજનામાં ફેરફાર કરાવવાના આગ્રહ રાખીએ.” આજે ઘણા કાગળ લખ્યા. તેમાંને પ્રથમ મગનલાલને : “ મુ. ખુશાલભાઈ અને દેવભાભી શાંત રહી શકે એવુ જે કરવું ઘટે તે કરજો. પરભુદાસ વગેરે ત્યાં જમે છે, એમાં કાંઈક વિપરીત પરિણામ હું જોઉ હું ખરશે. કેશુ રાધાને ભારે આધાત પહોંચતા હશે. વિવેકે વિચારી યોગ્ય કરી લેજો.” × ૪ × હરિલાલને કાગળ. નરાત્તમ શૅને લખેલા કાગળ માટે ઘાતકીપણાના આરેપ, ફ્રિંટિંગ માટે મારી દશા નથી, વગેરે. એને જવાબ : “ તમારા કાગળ મળ્યો. મને જે સત્ય લાગ્યું છે. તે કહેવામાં જે મે ઘાતકીપણું વાપર્યું હોય તે મારા કાગળ જરૂર ધાતકી છે. હું હજી પણું કહું છું કે જગત તમારી નિર્દોષતા કદી કબૂલ ન કરે. તમે સાચીમાં ગમે તે વાત કરી હોય છતાં તમારા સટ્ટાને ખ્યાલ નરાત્તમ શેને ન આવી શકે. તમે તા ભૂલ ઉપર ભૂલ કરી. દશ હુન્નર ખાઈને જંપ ન વાળ્યો. પણ તમારી સાથે દલીલ ન કરવી ઘટે. ઈશ્વર તમને સત્બુદ્ધિ આપો. મે ભૂલ કરી હશે તે હું સુધારીશ. તમારાથી હજુ પણ બતાવી શકાય તે બતાવો. CC લડાઇમાં તમારા જોડાવા વિષે હું સમજ્યા. જ્યારે તમારા સત્ય વિષે મને શંકા ન હતી ત્યારે મેં સૂચના કરી હતી. હવે એ સૂચનામાં કાંઈ રસ રહ્યો છે એવું મને લાગતું નથી. મને શક રહ્યો ત્યાથી મારી શી દશા થઈ છે તેને ખ્યાલ હું તમને આપી શકે તેમ નથી. પ્રભુ તમારું કલ્યાણ કરે, તમને સન્માર્ગ બતાવે, એ મારી ઇચ્છા. દેવદાસને કાગા : ચિ. દેવદાસ, આપુના અ.શીર્વાદ.- “તમારા કાગળની ગેરહાજરીથી ચિંતા રહેતી હતી તે આજે મિ. નટેસનના તારથી દૂર થઈ છે. માંદગીનું ખરેખર કારણુ શોધી હવે ફરી ન માંદા પડા એમ થાય તેમ કરો. માંદગીમાં હિંદી શીખનારાઓએ શું કર્યું ? તેમાંના કેાઈ તમારી પાસે આવતા હતા ? કાઈ એ અભ્યાસ જારી રાખ્યા હતા ? CC હજુ સુધી એક પણ રગટ મને મળ્યા નથી. આવી દેશની ભયંકર સ્થિતિ છે.
૧૫૩
૧૫૧