“ત્યાં જે તાર તમે જોયો તે તે ગોટાળેા હતેા. સરકારી ભરતી કરનાર કેાઈ મારા નામેરી છે, તેથી આ ભૂલ થઈ છે. હજી સુધીની મારી નિષ્ફળતા એમ સૂચવે છે કે લેક મારી સલાહ માનવા તૈયાર નથી. પણ્ યાં તેને રૂચે છે એવા કામમાં હું હાથ ઘાલુ ત્યાં મારી સેવા લેવા તૈયાર છે. આ જ પથા છે. એ સેવામાંથી સલાહને અધિકાર ઉત્પન્ન થાય છે. ત્રણ વરસની સેવા, તે પણ જુદા જુદા પ્રદેશમાં, એ કાંઈ જ નથી. એમ છતાં ભરતી વિષે મારાથી બીજું કાંઈ થાય જ નહીં. આવે સમયે હું પહેલ કરી ચૂકયો એટલી શાંતિની મને જરૂર હતી. હજુ કામ ચાલે જ છે. આ તે મે આજ લગીનું પરિણામ જણાવ્યું. આપુના આશીર્વાદ.” દાભોલકર વકીલના દીકરાએ કાગળ લખીને પોતાની સ્કૉલરશિપના ચાર રૂપિયા આશ્રમને માકલ્યા. તેને જવાબ : ચિ. દત્તાત્રેય, તમે પાંચમા ધેારણમાં પહેલે નબરે પાસ થયા તેને સારુ તમને ધ-યવાદ આપું છું. જેમ ભગતરમાં પહેલા નખર રાખે છે તેવા જ ચારિત્રમાં રાખા એવુ ઇચ્છું છું. CC પહેલા માસની શિષ્યવૃતિ તમે આશ્રમને આપી તેથી રાજી થયો છું. તમારા દાનનું રહસ્ય હું આશ્રમમાં જઈશ ત્યારે સમજાવીશ. પિતાશ્રી તમારામાં આજથી જ આમ પરોપકારવૃત્તિ રેડયાં કરે છે તે તમારે સારુ બુલંદ વારસા છે. તેને તમે કેળવજો. ૨૭-૭-'૨૮ <C મેહનદાસ ગાંધીના આશીર્વાદ ” સુધારાની યોજનાના સંબંધમાં સમાધાન થયું. મિસિસ એસન્ટ અને તિલક પણ સખત ઉગારે। કાઢવા પછી વિનીત પક્ષ સાથે મળતા થયા. પછી શાસ્ત્રિયારને પત્ર આવ્યો. તેમાં લખેલું કે: મિસિસ એસન્ટ અને તિલકે પ્રેસમાં આટલું બધું લખ્યા પછી હવે તમારા અને મારા પક્ષને લગભગ મળતી આવતી સ્થિતિ સ્વીકારી છે એ જોઈને મને આશ્રય થાય છે. કોંગ્રેસમાંથી તમારા અળગા રહેવાની ખૂબ વાતો ચાલી રહી છે તે મને ગમતી નથી. હું એ સમજી શકતો નથી.” તેમને જવાબ લખ્યો : આ ભાઈ શ્રી શાસ્ત્રિયાર, તમે મુંબઈ જઈ શકયા તેથી હું બહુ રાજી થયા છું. તમે કોંગ્રેસમાં જશે. એ તમારે માટે બહુ બહાદુરી ભરેલું હશે, એમ હું ધારું છું. મારે કબૂલ કરવું
૧૫૨
૧૫૨