“ તમે મારા લશ્કરભરતીના કામને પસદ કરે છે ત્યારે ચાલી મારી સાથે લડી રહ્યો છે. તે એમ ધારે છે કે સભવ એવા છે કે હું મારી જાતને ભ્રમમાં નાખી રહ્યા છું. એને લાગે છે કે મારી આ પ્રવૃત્તિથી અહિંસાના ધ્યેયની મારી ઉપાસનાને હાનિ પહોંચશે. મેં તે એ જ ધ્યેયની ઉપાસનાને ખાતર આ કામ ઉપાડયું છે. હું જાણું છું કે મારી જવાબદારી બહુ મેટી છે. મારી જવાબદારી એટલી જ ભારે હતી, જ્યારે લશ્કરભરતીનું કામ મારી લાઈનમાં ન આવે એમ માનીને હું નિરાંતે એક હતા. મારાં વચને ઉપર શ્રદ્ધા રાખનારા, એ વસ્તુ અહિંસા છે એવા ખોટા ખ્યાલથી, તદ્દન ખાયલા બની ય અથવા બાયલા રહે એવા ભય હતા. શરીરબળની વ્ય તા આપણને સમજાય અને એ શક્તિનો આપણે ત્યાગ કરીએ તે પહેલાં મારવાની પૂરેપૂરી શક્તિ આપણામાં હોવી જોઇએ. શુ ખ્રિસ્તમાં દુશ્મનેાને બાળીને ભસ્મ કરવાની શક્તિ હતી પણ એ એણે વાપરી નહીં, અને પોતાને મારી નાખવા દીધો. કારણ એટલા બધા પ્રેમથી તે ભરેલા હતો. x x x વહાલી કસ્તૂર, સેવક મા ૩૦ ગાંધી ” “તું મારી સાથે રહેવાને બહુ તલસે છે એ હું જાણું છું. પણ મને લાગે છે કે આપણે જે કાર્યો કરવાનાં છે તે કરવાં જ જોઇ એ. અત્યારે તારે ત્યાં જ રહેવું ઘટે છે. એટલાં બધાં બાળકોને તારાં છોકરાં ગણે તો તુરત તને છોકરાંની ખેાટ નહીં લાગે. ઊતરતી અવસ્થાએ આટલું તો જરૂર કરવુ જોઇ એ. તું જેમ બધાંની ઉપર પ્રેમભાવ રાખશે, જેમ અધાંની ચાકરી કરશે તેમ તને અંતરમાંથી આનંદ રસ્ફુરશે. સવારના પહેારમાં તારે માંદાએ બધાંને મળવું જ જોઇ એ. તેની ચાકરી કરવી જ જોઈએ. જેને સારુ ખાસ ખાવાનું કરવાનું હાય તેને સારુ ખાસ કરવું કે રાખવુ જોઈ એ. મરાડી ખાઈ એ છે તેને મળવુ જોઇ એ. તેઓનાં છોકરાં રમાડવાં જોઇ એ. તેને લઈ ને ફરવા નીકળવું જોઈએ. તેએ આપણાથી દેખાં નથી તેવી છાપ પાડવી જોઈ એ. તેમની તબિયત સારી થવી જોઈ એ. નિર્મળાની સાથે સારી વાતો કરવી એટલે ધમ વગેરેની. તેની પાસે ભાગવત વગેરે વંચાવી તું સાંભળી શકે છે, તેમાં તેને રસ પણ આવશે. આમ તું બીજાની ચાકરીમાં ગૂંથાઈ જશે તે મન હંમેશાં આનંદમાં જ રહેશે એ ખચીત માનજે. પૂન્તભાઈના ખાવાપીવાની ખરદાસ તો કરવી જ જોઇ એ. મેાહનદાસ
1
૧૬૦