.. ચિ. મગનલાલ, “ તમને રાવજીભાઈ એ ભડકાવ્યા છે. રાવજીભાઈ તે મે ભડકાવ્યા. મારા વાકયતા વધારેપડતા અર્થ કરી નાખ્યા. ઃઃ મારા આદશ નથી કર્યા. હિંદુસ્તાનમાં મેં ઘણા કડવા અનુભવ લીધા છતાં મારી માન્યતા હતી તે જ છે. પશ્ચિમ પાસેથી આપણે થોડું જ શીખવાનું છે. મે અહીં જે સડા અનુભવ્યા તેથી કાંઈ મારા મૂળ વિચારામાં ફેર નથી પડયો. આ લડાઈથી પણ ફેર નથી પડયો. જે હતું તે સ્વચ્છ થયું છે. પશ્ચિમને સુધારા આપણે દાખલ કરવા એવું કાંઈ મને નથી જણાયું. દારૂ માંસાદિ ગ્રહણ કરવાં પડશે એવું પણ નથી ધાયું. સ્વામીનારાયણ તથા વલ્લભાચાર્યે આપણી માણસાઈનું હરણ કર્યું. એ લાગી આવ્યું છે. તેએએ માણસાની રક્ષણુશક્તિ લઈ લીધી. માણુસે.એ દારૂ, બીડી ઇત્યાદિનો ત્યાગ કર્યો એ તે ડીક જ થયું. પણ એ કાંઈ સાધ્ય વસ્તુ નથી, તે સાધન છે. બીડી પીનારા ચારિત્ર્યવાન હાય તો તે સત્સંગ કરવા લાયક છે, અને જન્મથી બીડીને ત્યાગી વ્યભિચારી હોય તે કઈ કામને નથી. સ્વામીનારાયણે અને વલ્લભે શીખવેલા પ્રેમ વેવલે છે. તેમાંથી શુદ્ધ પ્રેમ પેદા ન થઈ શકે. અહિંસાનું શુદ્ધ લક્ષગુ તે તેએ વિચાયુ જ નથી. અહિંસા એ ચિત્તવૃત્તિને નિરોધ છે. મનુષ્યના અરસપરસના સંબંધમાં તેને મુખ્ય પ્રયાગ છે. તેની ા ગધ પણ તેઓના લખાણમાં નથી જોવામાં આવતી. તેની ઉત્પત્તિ આપણા વિષમ કાળમાં થઈ અને તે વાતાવરણમાંથી તેએ મુક્ત ન થઈ શકયા. તેમની અસર ગુજરાત ઉપર બહુ મોટી થઈ. તુકારામ અને રામદાસની તેવી અસર નહીં થઈ. તુકારામના અભંગમાં અને રામદાસના લેકમાં પુરુષા બહુ રહ્યા છે. તે પશુ વૈષ્ણવ હતા. વૈષ્ણવ સંપ્રદાય અને વલ્લભ-સ્વામીનારાયણના શિક્ષણને ભેળવી ન દેરા. વૈષ્ણવ સંપ્રદાય અહુ જૂનું તત્ત્વ છે. હિંસામાં અહિંસા છે એ વાત નહાતા જોઈ શકો તે હવે તેતો થયો છું. એ મોટા ફેરફાર થયા છે. દારૂમાં મસ્ત થયેલ માજીસને અત્યાચાર કરતો અટકાવવાની ફરજ પૂરી નહાતા સમન્ત્યા, મહાવ્યથાથી પીડાતા કૂતરાને વ લેવાની જરૂરિયાત નહોતા સમયે, હડકાયા કૂતરાને મારવાની જરૂરિયાત નહોતા સમયેા. આ બધી હિંસામાં અહિંસા છે. હિસા એ શરીરના ગુણુ છે. વિષયવૃત્તિને ત્યાગ એ બ્રહ્માચય છે, પણ આપણે આપણા છોકરા નપુંસક થાય એમ નથી ઉછેરતાં. તે અત્યંત વીય વાન હોવા છતાં પોતાની વિકેન્દ્રિયને રેકે તે જ તે બ્રહ્મચય. તેમ જ આપણાં ટેકરાં શરીરે અળિયાં હોવાં જ જોઈ એ. તે હિ ંસાવૃત્તિને સર્વથા ત્યાગ ન કરી શકે તે એને હિંસા કરવા દઈ, લડવાની શક્તિના ઉપયોગ કરવા , તેમને અહિંસક બનાવી શકાય. અહિંસાને ઉપદેશ ક્ષત્રિયાએ ક્ષત્રિયને આપ્યા છે.
૧૬૬
૧૬૬