લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જોકે તેઓને પાંત્રીસ ટકા મળતા શરૃ થઈ ગયા હતા તાપણુ આપના નિર્ગુ યથી તેમની સ્થિતિને સારા ટકા મળવાના છે એ હું માનતો હતો, દરદના કારણ વિષે આપને લખવું જોઈ એ, આશ્રમમાં ઘણી વાર એક ભજન ગાઇએ છીએ, તેની એક લીટીનું મનન મારી પથારીમાં મેં ઘણી વાર કર્યું”. શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છેઃ ઊંધા કમ ની ગત ન્યારી. “ ખરું છે કે આપણે તે! એમ જ ગાઈ શકીએ, કારણ કે ઘણી વાર્તાને વિષે આપણી અજ્ઞાનતાનેા પાર નથી. પણ હકીકતમાં કમની ગતિ ન્યારી નથી. એ તેા તદ્દન સીધી અને સહેલી છે. જેવુ વાવીએ તેવુ જ લણીએ. કરીએ તેવુ જ પામીએ. આ દરદમાં મારા પેાતાનેા વાંક હુ· ડગલે ડગલે જોઈ શક છું. મારે કબૂલ જ કરવું જોઈએ કે મને કુદરતે ઘણી ચેતવણીએ આપી હતી. મે ન ગણુકામાં જેવુ કર્યુ. ભૂલ ઉપર ભૂલ કરતા ગયા. પહેલી ભૂલની સન્ન મળી, બીજી ભૂલની સજા વધી. એમ ઉત્તરાત્તર ન્યાયપૂર્વક સાને વધારે થતા ગયા. હું ખારીકીથી જોઈ શકું છું કે કુદરતના જેવું કાઈ દયાળુ છે નહીં. કુદરત એ ધિર છે. ઈશ્વર એ પ્રેમ છે. અને ભૂલને સારુ પ્રેમના દંડ થયાં જ કરે છે. હું આ માંદગીમાં બહુ શીખી રહ્યો છું. ખેડાના સબંધમાં ઘણે દહાડે એટલે જૂનમાં લખેલા કાગળ આગસ્ટમાં આવ્યા. તેમાંનાં મુખ્ય વાયા : ff આપને મેહનદાસ ” ગેાકળદાસભાઈ ના . મારે કબૂલ કરવું જોઈએ કે તમારા જેવા ઊંચા લેાહચુંબકની શક્તિવાળા આગેવાનની નેતાગીરી નીચે થયેલી ખેડાના ખેડૂતોની સંગઠનશક્તિના કચાસ મેં બહુ નીચેા બાંધ્યા. પૈસાના લાભતી દષ્ટિએ ોઈએ તે પરિણામ ભલે મેટું ન ગણાય. પણ હું જાણું છું તે પ્રમાણે ખેડા જિલ્લા જેટલા ખીજા કાઈ પણ જિલ્લામાં સત્તાના આદર અને સત્તાની મૂર્તિપુખ્ત થતાં ન હતાં. એ મૂર્તિને એના પોતાના જ મદિરમાં તમે ભાંગી નાખી છે અને એની અંદર રહેલી કુરૂપતાઓ ઉઘાડી પાડી છે. એમ કરીને તમે દેશની બહુ ભારે સેવા બજાવી છે. લેાકાતે ખતાવી આપવું કે સત્તાની ખરી જડ કાં છે તેના જેવું મોટું કામ બીજું એકે નથી. હું માનું છું કે તમે જે પાઠ શીખવ્યો છે તે સરકાર તથા લેાકેા જલદી ભૂલી જશે નહીં.” આ ઉદ્ગારા સાથે વિલિંગ્ડન સાહેબ ગયા ત્યારે કાઉન્સિલમાં કળદાસે આપેલું ભાષણ સરખાવેા. કેટલા કરી ગયા? ખેડા સબધે કેટલી ખોટી હકીકતા પ્રગટ કરી?

૧૮૬

૧૮૬