લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એમને ઉત્તર : સુજ્ઞ ભાઈશ્રી, . આપને જૂન માસનેા લખાયેલા કાગળ વાર કૅૉન્ફરન્સનું સરનામું હાવાથી એ દિવસ પહેલાં જ મળ્યા. એટલે આપ સમજી શકશો કે આપને કેમ મારા તરફથી પાવતી સરખી પણુ ન મળી. જોકે આપને પત્ર મારા હાથમાં તે આટલા મોડા આવ્યા છે છતાં તેની કિ ંમત મારે મન તેવી ને તેવી જ છે. આપની પ્રસન્નતાને ભૂખ્યા હું હમેશાં હાઉ જ. તે મને મળી છે, અને એ હું મારું સદ્ભાગ્ય સમજું છું. ખેડા જિલ્લાની રૈયત ઘણાં કામ કરવાને શક્તિમાન છે, એમ મેં અનુભવ્યું છે. તે સ્ત્રીપુરુષોના જાહેર સબંધમાં આવી હું ઘણું શીખ્યા છું અને શીખી રહ્યા છું. આપ કુશળ હશે. મેાહનદાસના વદેમાતરમ્ ' મનસુખલાલ રવભાઈ તે હાલની પરિસ્થિતિ ઉપર એક કાગળ. તેમને જવાબ : CC ભાઈશ્રી મનસુખલાલ, “ તમારા પત્ર આજે મળ્યા. હું તે અત્યારે સખ્ત બીમારીમાં ઘેરાઈ રહેલા છું. પથારીવશ છું, કદાચ છૂટી જઈશ. મારા પોતાના ઉપચારા ચાલુ જ છે. મન સંપૂર્ણુતાએ શાંત છે. દર્દી મારી મૂખર્ખાઈ વડે જ થયું છે એ નાન વડે, થતું દુ:ખ ઓછું લાગે છે. F શિક્ષિત યુવાન વર્ગની દશા આ સમે દયામણી છે એમ હું માનું છું. કાઈ પણ ઉપાયે એ વર્ષાંતે હું સુપ્રવૃત્ત કરી શકું તે અત્યારે કરું એમ છું. પણ આ સમય નથી એમ મને ભાસે છે. તે વ પોતે મેહ-સ્વયં ભૂમાં ગોથાં ખાય છે. તિલકનીતિ અને એસટનીતિથી એ લોકોને તે સ્વયંભૂ (?) કાઈ પણ કાળે ન ઝાલી શકે એ મારા દૃઢ અભિપ્રાય છે. એ બંને વ્યક્તિ રાજપ્રકરણી વિષયમાં નીતિને ત્યાગ કરે છે એટલું જ નહીં, એ ત્યાગને કાઈ વેળા ઇષ્ટ માને છે, શતં પ્રતિ શાથં એ તેઓએ જ્ઞાનપૂર્વક ઉઘાડી રીતે સ્વીકારેલું સૂત્ર છે. એએની નીતિથી યુક્ત થયેલ વને અત્યારે હું કાઈ પણ રીતે કંઈ પશુ આપી શકું એમ મને ભાસતું નથી. મારા કાર્ય માંથી, મારા લેખા અથવા મારાં ભાષણેમાંથી આડકતરી રીતે તેનાથી જે લેવાય તે લે, લેશે. જો હું તે દેવા જાઉ તે તે ઇન્કાર જ કરશે ને તે વાસ્તવિક હશે. મિસિસ એસટ અને તિલક મહારાજની નીતિ બહુ દોષવાન છે, પણ તેઓએ કરેલું કાય તેા મહાભારત જ છે. તેની સેવાનું માપ થઈ શકે એમ નથી. દેશપ્રીતિને મંત્ર યુવક વગે તેઓની પાસેથી લીધા છે. તે ગુરુને તે એકાએક ત્યાગ

૧૮૭

૧૮૭