લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાતે ન સાંભળ્યું હોય તેના સાર નથી આપતા. મને ખબર નહીં કે સુરતમાં તમે ખેલવાના છે. કારણ મને જો ખબર હોત તો તમને સાંભળવા માટે હું જરૂર હાજર રહેત. હું આશા રાખું છું કે બીજી વાર તમે સુરત આવશે ત્યારે તમને મળવાનો અને તમારું ઓળખાણુ કરવાના આનદ મને મળશે. અત્યારે તે હું એટલું જ કહું છું કે તમારા ભાષણના ખાટા રિપોટ આપવા માટે હું અંતઃકરણથી દિલગીર છું.” .. અને ઉત્તર : 4 ભાઈશ્રી હૅન્ડરસન, 01 અત્યારે હું પથારીવશ છું, મારી જિંદગીમાં ભાગવેલી મોટામાં મોટી માંદગીમાંથી હું પસાર થઈ રહ્યો છું. તમારા કાગળના જવાબ વહેલા આપવાનું મારે માટે રાકચ જ નહાતું. તમારા સાદા, સીધા, નિખાલસ કાગળથી હું મુગ્ધ થયેા છું. તે માટે હું તમારા આભાર માનું છું. મારાં ભાષણેાના રિપોર્ટોમાં આવતી ભૂલાની હું ભાગ્યે જ નોંધ લઉં છું. તે વાંચવાની પણુ મને બહુ ઓછી તક મળે છે. પણુ આ રિપોટ ટાઈમ્સ માં આવ્યા હતો અને તેથી ઘણું નુકસાન થવાનો સંભવ હતા તેથી મને લાગ્યુ કે તેમાંની ભૂલે મારે સુધારવી જોઇ એ. મેં એ સુધારી તેથી સારું જ થયું છે. કારણુ તેથી દુષ્ટ લાકાતી જીભ બંધ થઈ ગઈ છે. વળી તમારી સાથે ઓળખાણુ કરવાની તક તેમાંથી મળી ગઈ.

સેવક મા॰ ૬૦ ગાંધી” શકરલાલ બેંકરા જમનાદાસ સબંધે પત્ર. જમનાદાસ પાસે રાજીનામું લખાવ્યું. પટેલે સમાવીને પાછું ખેંચાવ્યું અને જમનાદાસે પાછું ખેંચી લીધું, તે માટે દિલગીરી. એમને પત્ર: - ભાઈશ્રી શંકરલાલ, તમારા કાગળ મળ્યેા. મારી તબિયત હજી પણ સાથે નથી થઈ. વખત લેશે એવી ધાસ્તી છે. મેં ધાયું હતું તેના કરતાં કંઈ વધારે ઊંડું ગયું છે. તમે ચિતા ન કરો. “ ભાઈ જમનાદાસ વિષે મને કંઈ વિચારવાનું રહેતું નથી. ભાઇ વિઠ્ઠલભાઈ એ પેાતાની પ્રકૃતિ મુજબ સારું સમજી રાજીનામું ખેંચી લેવાની સલાહ આપેલી છે. ગમે તે ખળભળાટ થાય તે સહન કરીને રાજીનામાને વળગી રહેવુ તેવી મારી સલાહ છે. આપણી વાત યાદ હશે કે ભાઈ જમનાદાસે કામ છેડી દેવું

૧૪

૧૮૯