લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મા` સવાર અને સાંજની સધ્યા છે, એ જો સમજી શકાય અને સમજપૂર્વક થાય તા. બાપુના આશીર્વાદ સમા સુંદર કાગળ : નામસ્મરણુના જેવા એક ઉપાય નથી. એક સંસ્કૃત શ્લાકનું અવતરણ. મોન્ટ-ફ્ડ સ્કીમ સ્વીકારવા માટે જુદી પરિષદની જરૂર છે. તમે વિચાર કરવા માટે કાલે આવેા અથવા સંમતિ આપે. તેમને ઉત્તર : ૨૦-૮-૨૮ “ ભાઈશ્રી સમ, “ તમારા કાગળ માટે બહુ આભારી છું. ધાર્મિક ઉપચારમાં હું માનું જ છું. અને માટે ભાગે મેં એને જ આશ્રય લીધા છે. પણ તેની સાથે હું કુદરતી ઉપચાર અને ઉપવાસમાં પણ માનું છું. કુદરતી ઉપચારમાં હું પાણીના ઉપચાર કરું છું અને એનિમા લઉં છું. ખારાકમાં કેવળ ફળના રસા, ખાસ કરીને સતરાને રસ લઉં છું. મને કબૂલ કરતાં સર્કાચ નથી થતો કે આ કુદરતી ઉપચારા કરું છું તેટલે દરજ્જે શુદ્ધ ધાર્મિક ઉપચારમાં શ્રદ્ધા એછી ગણુાય. જયારે હું જાણું છું કે કુદરતના કાનૂનને ભંગ કરવાથી આ રેગમાં હું સપડાયેા છું ત્યારે કેવળ ધાર્મિ ક ઉપચારને વળગી રહેવાની મારામાં હિં`મત નથી.

“હું દિલગીર છું કે કાલે હું તમને મળી શકીશ નહીં. તમારી ચળવળમાં પણ મારું નામ હું આપી શકતા નથી. હું અને ચળવળથી અલગ રહેવા પૃચ્છું છું. કારણુ મારા વિચારે કાઈ પક્ષને માન્ય થાય એમ નથી. મને લાગે છે કે આ ટાણે બધા નેતાએએ બીજી બધી પ્રવૃત્તિને લગભગ અલગ રાખીને પાતાને અવા પ્રયાસ લશ્કરભરતીના કામ ઉપર કેન્દ્રિત કરવા જોઇ એ. હું જાણુ છું કે ગરમ દળવાળા મારી સાથે સંમત થતા નથી. અને હું ભાગ્યે જ ધારી શકુ કે હું જેટલે સુધી જવા માગુ હું તેટલે સુધી જવા નરમ દળવાળા તૈયાર હોય. હું એક ંદરે મૅાન્ટ-કુંડ યેાજના સ્વીકારું છું ખરા, પણ તેને પૂરેપૂરી સ્વીકાય બનાવવા માટે તેમાં કેટલાક ફેરફાર કરાવવાના હું આગ્રહ રાખું. મારા આશ્રહ એટલે સુધી જાય કે જો એ ફેરફારા ન સ્વીકારાય તે શકય તેટલા ઉપાયો લીધા પછી એ યેાજના તેાડી પાડવા પણ હું તૈયાર થા. માગ ફેરફારો સ્વીકારાવવા માટે જેને સામાન્ય રીતે · પૅસિવ િિઝસ્ટન્સ ” કહેવાય છે તેને આશ્રય લેતાં પણ હું અચકાઉં નહીં. નરમ દળવાળા આ શરત સ્વીકારે નહીં. એટલે મારે ધીરજપૂર્વક રાહ જોવી રહી અને મા પથ એકલાએ કાપવા રહ્યો. . - - સેવક

મા ક॰ ગાંધી’

૧૯૧