ગુમાવ્યે જ નથી, અને પરિણામને વિષે ચિંતા રાખી જ નથી. માંદગીમાં પીડાના ભય લાગતા હતા, પણ મોતના ભય તા સ્વપ્નેયે નહાતા લાગતો. અને ઘણી પીડા થતી હતી ત્યારે ‘હવે હું તે કેવું સારું' એમ થઈ આવતું. વતાં સુધી પ્રવ્રુત્તિમય રહું એ જુદી વાત છે, પણ પ્રવૃત્તિને સારુ જીવવાની આકાંક્ષા નથી. મેક્ષની હાય પશુ મેક્ષ માગ્યો મળતા નથી. તેને સારુ લાયકાત જોઈ એ. 64 તમારું કામ હું એટલા મહત્ત્વનું ગણું છું કે મારી તબિયત જોવાને સારુ પશુ તમે તે નથી છેડી શકતા. મારી સભાળ પૂરતી લેવાતી હશે એમ તે માની જ લેવુ જોઈએ. મારું ફ્રાન્સ જવાનું થાય એવું મને હવે જરાયે લાગતું નથી. લડાઈમાં મુદ્દલ જવાનું નહીં થાય એમ હવે તે ભાસે છે. દિવસે દિવસે ફ્રાન્સના રણક્ષેત્રમાં મિત્રરાજ્યાની જીત થતી જોવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણને લઈ જાય એમ લાગતું નથી. મહિના માસમાં ખબર પડી રહેશે. કદાચ જવાનું થાય તેપણ ફ્રા-સની તે હવે આશા છેડવાની જ. મેસોપોટેમિયા જવાનું થાય એમ બને. • “ આન દેશ કભાઈ એ ‘હિંદુ ધર્મ'ની બાળપોથી ' લખેલી છે, પણ એ વૃદ્ધ પુરુષો પણ રસપૂર્વક વાંચી શકે અને જ્ઞાન મેળવી શકે એવી છે. મને તે એ અલૌકિક ગ્રંથ લાગે છે. ભાઈ મહાદેવ હમેશાં સવારના મને વાંચી સ ંભળાવે છે. એમાંથી હું તેા રસના ઘૂંટડા પી રહ્યા છું. બીજી ભાષામાં એવાં લઘુ પુસ્તકા થોડાં હશે. આનંદશંકરભાઈના અહેાળા વાચન મનનનું આ પુસ્તક દાન રૂપ છે. તમે તે કરી કરીને વાંચજો. એને લગતા પ્રસંગે ન સમજાય · વષે પૂછીને જાણી લેજો. એ ચેપડી તમને મેકલવાની તજવીજ કરું છું. તમારા અક્ષર સુધરતા નથી. · ચિ. હરિલાલ, બાપુના આશીર્વાદ તમારા કાગળ મળ્યા. મારી તબિયત સારી થતી જાય છે. ચિંતા રાખવાનું કશું કારણ નથી. હજી ઘેાડા દિવસ ખાટલા ભાગવવેા પડશે. મારી ચાકરીમાં મા નથી. એથી વિશેષ ચાકરી કેાઈ ચક્રવર્તી ની પણ થતી હૈાય એમ હું નથી કલ્પી શકતા. તમે સ્વયંપાક કરે છે અને એ તમને ગમી ગયું છે એ મને બહુ પ્રિય લાગે છે. એમાંથી કદાચ તમે ઘડાશેા, કદાચ તમે જિંદગીનું રહસ્ય સમજા અને થયેલી ભૂલોને દુરસ્ત કરી તમારું જીવન ઉજ્જ્વળ કરો. ઉજ્વળ કરેા એમ હું ઇચ્છુ છું. કાગળ નિયમસર લખતા રહેશે તે સારું. બાપુના આશીર્વાદ
૧૯૫
૧૯૫