આવે છે કે ત્યાંની સફાઈ પાછળ કાઈ ખાસ માણુસ ધ્યાન આપે છે ખરું? પાણીની વ્યવસ્થા ખરાબર થઈ છે ખરી ?
મારી તમિયત સુધરતી જાય છે. પ્રતિ કટાળા આવે એટલી ધીમી છે. શરીર લગભગ નવેસરથી બાંધવાનું છે એટલે સ્વાભાવિક રીતે જ વખત લાગશે. ખાસ કરીને જ્યારે મારે બધું પણ દરરાજની પાંચ જ વસ્તુઓમાંથી મેળવવાનું હાય છે અને તેમાં પણ દૂધ અને તેમાંથી બનતા પદાર્થોં નહી ત્યારે. પણ મને લાગે છે કે હું શરીર આંધી શકીશ. તમે ખાતરી રાખો કે લશ્કરભરતીના કામની અથવા તે કેંગ્રેસના કામકાજતી મને જરાયે ચિંતા થતી નથી. તમારી માફક હું એમ તે કહી શકું એમ નથી કે એ વિષે છાપામાં હું કશું જોતા જ નથી. ઊલટું કૉંગ્રેસના કામકાજ વિષે ઉત્કંઠાથી છાપાં જોઉં છું. પણ તેની મને ચિંતા થવા દેતા નથી. “હું જાણું છું કે સ્ક્રૂ મારી બહુ ચિંતા કરે છે. મારી તબિયતના બધા સમાચાર તેમને આપશે અને તેમને ખાતરી કરાવજો કે તમારા બધાની પ્રાથના મને આરેાગ્ય અને સુખ આપ્યા વિના રહેવાની નથી. પ્યાર. તમારા મેાહન 1. દેવદાસને : “ કોંગ્રેસમાં હું ન ગયા કારણ કે મિસિસ એસટ અને તિલક મહારાજ સાથે વાત કર્યા પછી મને બહુ કૃત્રિમતાના આભાસ આઘ્યેા. અને આવે મહાન સમયે યોજનાની ઉપર મિથ્યા વાદવિવાદને બદલે આપણી માગણીને કેમ સ્વીકાર થાય તેના પાયા શોધવા અને અમલમાં મૂકવા એ મને બહુ આવશ્યક લાગ્યું. મારા એ વિષેના વિચારે મે એની પાસે મૂકવા અને મેં સૂચવ્યું કે આપણી પાસે એ મેટાં હથિયારો છે. એક તો લડાઈમાં સંપૂર્ણુ આહુતિ આપીને આપણા આત્માની સાક્ષી આપણી યોગ્યતા વિષે મેળવવી. અને જ્યારે આત્મા પુરાવા આપે છે ત્યારે એવું અતરબળ એ આપે છે કે તેની સામે કાઈ ટકી શકતું નથી. બીજો ઉપાય એ કે આપણી માગણી વિષે દઢ નિશ્ચય કરીને તેને ઝાડની માફક વળગી રહેવુ અને મરણાત સુધી લઢીને તેનેા સ્વીકાર કરાવવેા. આ અને સુત્રાને અને નેતાઓએ ત્યાગ કર્યાં. આથી મને લાગ્યું કે મારું કોંગ્રેસમાં જવું નિરર્થક છે. અને ન જઈને હું મારા પોતાને વિચાર અદૃશ્ય રીતે પણ ટીક પ્રગટ કરી શકું છું. આવી માન્યતાથી મે જવાનું માંડી વાળ્યું. ૧૯૯ આપુના આશીર્વાદ ”
2
૧૯૯