લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધ્વાને આધાર રાખીને શરીરની સાથે અધટતી છૂટ ન લે એવુ ઇચ્છું છું. મારી જિંદગીએ મારા મનમાં એ વસ્તુને વધારે ને વધારે સાવેલી છે. મેં જીભને અર્થે શરીર સાથે ન છાજતી છૂટ લીધી અને તેની યોગ્ય સજા ભાગવી રહ્યો છું. મારી માન્યતા છે કે નવ્વાણું ટકા દદોના એ જ ઇતિહાસ છે. હું કબૂલ કરું છું કે આ શારીરિક સંયમ બહુ કળુ છે. છતાં પુરુષાર્થ એમાં જ રહ્યો છે. આખી દુનિયાના પરાજય કરવા એ આપણા શરીરમાં રહેલા શત્રુઓને પરાજય કરવા કરતાં સહેલું છે. એટલે જે માણસ આ પરાજય કશે તેને પહેલા તો બહુ સહેલા છે. જે સ્વરાજ મારું, તમારું અને બધાએ મેળવવાનું છે તે ખરેખરું તે આ છે. વધારે શું લખું ? બધા લખવાનું તાત્પ તો એટલું જ છે કે તમારે દેશની સેવા કરવી છે તે આ દેડે કરવી છે. તમારી ભાવનાઓ ઊંચી છે. યોગ્ય આત્મિક બળ વિના ઊંચામાં ઊંચી ભાવના નિરર્થક છે. મેાહનદાસના વંદેમાતરમ્ ” રણછેડલાલ પટવારીને તમિયત સબધી કાગળમાં : ૬-૬-૨૮ ××× અત્યજ બાબતને લેખ “ પતાકા ’ શેધીને વાંચી જઈશ. હું વિરુદ્ધ પક્ષને પૂરેપૂરા સમજવા ઇચ્છું હું અને જો તેમાં હું ધમ જો તે મારા મત છોડતાં એક ક્ષગુવાર થેાલુ નહીં. જેટલી દલીલા આજ સુધી મેં જોઈ છે, તે બધી રૂઢિધમ ઉપર રચાયેલી છે. શુદ્ધ ધર્માંતે આધારે થયેલી એક પણ દલીલ મે હજી સુધી સાંભળી નથી. અત્યજને સવાલ મેં તે કેવળ ધાર્મિક વૃત્તિથી ઉપાડેલા છે. રાજપ્રકરણી વિષય સાથે તેને કશે! સબંધ નથી. રાજપ્રકરણી પરિણામ અવશ્ય આવે છે, પણ તેની ઉપર મેં દૃષ્ટિ રાખી જ નથી. હું એટલું પણ ઉમેરવા ઇચ્છું છું કે રૂઢિધમને જરાયે માન ન મળવુ જોઈ એ, એવુ કહેવાના મારા આશય નથી. શુદુ ધમ અચલિત છે, ધિમ કાળે કરીતે બદલાઈ શકે છે. મનુસ્મૃતિમાં કહેલાં કેટલાંક વચતા પ્રમાણે અત્યારે આપણે ચાલીએ તો કેવળ અનીતિ થાય. એવાં વચનેને આપણે ચૂપકીથી ત્યાગ જ કરી દીધા છે. ૪ ૪ ૪ દેવદાસને ( ખારાકથી થયેલી ગરબડ તથા ડૉ. રાયને લખેલા કાગળનું તારણ આપીને ) : તમે તેા તણે છે કે હું હ ંમેશાં નબળાં માણસોને સારી કહેઠળની વિરુદ્ધ છું. મારી પોતાની તેલની બીક પણુ તમે જાણે છે. બધા ડૉક્ટરોએ મગ અને મગનું પાણી લેવાનું સૂચવ્યું, તેલનું પણ સૂચવ્યું. દૂધના વ્રતને લીધે

૨૦૨

૨૦૨