લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મગનલાલભાઈ ને : “હું અત્યારે દરેક વિષય ઉપર એટલા બધા વિચારમાં ઊતરી ગયો છું કે ઘણી વેળા તેમાંથી કાંઈક ભાગ તમને બધાને આપવાનું મને ભારે મન થ ાય છે. પણુ મનની મતાને લીધે અને શરીરની દુળતાને લીધે કંઈ લખી શકતો નથી કે લખાવી શકતા નથી. આજે લખાવ્યા વિના રહી શકતા નથી. અત્યારે હું જે જે ફેરફારા કરી રહ્યો છું તેમાં મારી દુબળતા જરાયે નથી એમ મારે આત્મા સાક્ષી પૂરે છે. એ ફેરફારે હું તટસ્થ રહીને સખળતાથી કરું છું અને તેનું મુખ્ય દારળ તમને ચાને અને મિત્રવર્ગને સંતોષવાનું છે. આને ચહેરા હું જોઈ શકતા નથી. ઘણી વખત તેના ચહેરા ગરીબડી ગાયના જેવા લાગે છે, અને કેટલીક વેળા ગાયને જેવી આપણને તે કાંઈ કહેતી હોય તેવી જોઈ એ છીએ તેમ હું બાને જોઉં છું. તેની આ દીનતામાં સ્વાર્થ રહ્યો છે, એ પગ હું જોઉં છું. એમ છતાં તેને વિનય મને પરાજિત કરે છે. તેથી જ્યાં માં છૂટુ મેલી શકાય ત્યાં ત્યાં છૂટું મેલવાની ઇચ્છા થઈ જાય છે. ચાર દહાડા પહેલાં જ આ દૂધને સારુ આક્રંદ કર્યાં કરતી હતી અને અકસ્માત્ મેલી ઊડી, ગાયનું તા ભલે ન લે, પણ બકરીનું દૂધ કાં ન લેવાય ?’ હું ચમકયો. જ્યારે મેં વ્રત લીધું ત્યારે અકરી તે મારા ખ્યાલમાં જ ન હતી. બકરીના દૂધના ઉપયેગ વિષે તે વખતે કેવળ અજાણ હતા, અને બકરીની પીડા કાંઈ મારી નજર આગળ તરતી ન હતી. મારું વ્રત તે કેવળ ગાયના દૂધને સારુ હતું. ભેંસને પણ મે વિચાર નહીં કરેલા. પણ ભેંસનું દૂધ લેવું, તે મારા મુખ્ય હેતુને આઘાત પહોંચાડે તેમ હતું. બકરીના દૂધને વિષે એવું કંઈ નથી, આથી હવે હું મિત્રો વિલાપ ઘણે અંશે રોકી શકીશ એમ મને લાગ્યું. તેથી બકરીનું દૂધ લેવાના નિશ્ચય કર્યો. જોકે એક પ્રકારે બકરીના દૂધને વિષે જ્ઞાન મેળવ્યા પછી મારા વ્રતની બહુ કિંમત નથી રહેતી, છતાં તેની કિંમત તદ્દન જતી પણુ નથી. ગમે તેમ હા પણ આ છુટકારાથી હું રાજી થયા છું. કેમ કે મિત્રોની પીડા દિવસે દિવસે વધતી જતી હતી, દાક્તર મહેતાના તાર ઉપરાઉપરી આવતા હતા. બકરીના દૂધમાં અને ગાયના દૂધમાં જે બકરીને બરાબર ઉછેરવામાં આવે તો, કાંઈ તફાવત નથી. ઇંગ્લેંડની બકરી તો ગાયના કરતાં વધારે જોરાવર દૂધ આપે છે તેમ પુસ્તામાં પણ છે. આપણી બકરીઓનુ દૂધ હળવુ ગણાય છે, પણુ તે નુકસાનકારક હાવાને અદલે લાભકારક ગણાય. જે હા તે હે.. મે તો મારાથી લઈ શકાય તેટલાં પગલાં લીધાં છે. દાક્તરને ચામડીની અંદર સામલની, ઝેરકચેાલાની, અને ગજવેલની પિચકારી પગ મારવા દઉં છું. આમ છતાં જો તબિયત ઠેકાણે ન આવે તો પાંચ વસ્તુનું વ્રત છેડવાથી આવે તેમ આપણાથી કહેવાય જ નહીં, એટલે હવે કઈ તે કંઈ

૨૧૮

૨૧૮