હતો. હું આપની રજા લઈ ને વાઈમાં દાખલ થયા, તે વખતે વેદાંતના અભ્યાસ કરવાની એક ઉત્તમ તક મને મળી. નારાયણુશાસ્ત્રી મરાડે કરીને એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વાઈમાં વિદ્યાર્થીઓને વેદાંત તથા ખીજાં શાસ્ત્રો શીખવવાનું કામ કરે છે. તેમની પાસેથી ઉપનિષદ વગેરે શીખવાને મને લાભ ' થયા. એક લાભને લીધે હું વધારે વખત વાઈમાં રહ્યો. હવે આટલા વખતમાં મેં શું કર્યું તે કહું છું. “ જે લાભને સારુ હું બહાર રહ્યો તે વિષેનું મારું કામ નીચે પ્રમાણે :- (૧) ઉપનિષદો (૨) ગીતા (૬) બ્રહ્મસૂત્ર અને શાંકરભાષ્ય (૪) મનુ- સ્મૃતિ (૫) પાતંજલ યોગદન, આ ગ્રંથૈને મેં અભ્યાસ કર્યો. એ સિવાય (૧) ન્યાયસૂત્ર (૨) વૈશેષિક સૂત્ર (૩) યાજ્ઞવલ્કય સ્મૃતિ આ ગ્રંથે વાંચી ગયા. હવે મને વધારે શીખવાને મેહુ છે જ નહીં. હું પોતાની મેળે વધારે વાંચી શકીશ. બીજું કામ જે પ્રકૃતિને લીધે હું વાઈ ગયા તે વિષે : “ પ્રકૃતિ સુધારવા માટે મેં પહેલાં ૧૦-૧૨ માઈલ ચાલવાનું રાખ્યું હતું. પછી થી ૮ શેર દળવાનું શરૂ કર્યું. અને હાલ ૨૦૦ નમસ્કાર અને કરવાનું એ મારી કસરત છે, તેથી મારી પ્રકૃતિ સારી થઈ છે. “ આહાર વિષે : પ્રથમ છ મહિના સુધી નમક ખાતા, પશુ પછી તેા છેડી દીધું, મસાલે વગેરે બિલકુલ ખાધું નથી. અને આજન્મ નમક અને મસાલે ન ખાવાનું વ્રત લીધું છે. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું, એમ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું. છતાં એ પણ છેડી શકાતું હાય તો મારી ઇચ્છા છે. એક મહિના માત્ર કેળાં, લી'ખુ અને દૂધ ઉપર કાઢો. તાકાત કમતી થઈ. હાલ મારા ખારાક નીચે પ્રમાણે છે: દૂધ ૧૫ શેર (૬૦ રૂ. ભાર ), ભાખરી .. (૨૦ તોલા વારતી ), કેળાં ૪-૫, લીથ્રુ ૧ ( મળી શકે ત્યારે). હવે હું આશ્રમમાં આવીશ ત્યારે આપની સલાહ લઈને મારે આહાર નક્કી કરવાના વિચાર છે. સ્વાદને લીધે બીજા કાંઈ પદાર્થ ખાવાની ઇચ્છા નથી થતી. તેપણ ઉપરના આહાર શ્રીમતી છે એમ લાગે છે. રાજને ખર્ચ લગભગ નીચે પ્રમાણે : કેળાં અને લીંબુ ૪ પૈસા, વારી એ પૈસા, દૂધ ૫ પૈસા, કુલ ૧૧ પૈસા. એમાં શું ફેરફાર કરવા જોઇ એ તે આપતી પાસેથી મારે જાવું છે. તે આપ મને પત્ર દ્વારા લખો. 6. બીજાં કામા : જ ખ (૧) ગીતાજીને વગ ચલાવ્યું. એમાં છ વિદ્યાથી ઓને સ`ગીતા સાથે `શખવાડી અર્થાત મફત. ૨૨
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૨
દેખાવ