પરિશિષ્ટ ૧ ત્ ખેડાની લડત વિષે છાપાંજેગુ નિવેદન [ખેડા જિલ્લામાં જમીનમહેસલને અંગે ખેડૂતાને સત્યાગ્રહની લડતમાં ઊતરવાની સલાહ આપવાની ફરજ શાં કારણોથી પડી, એ હકીકત દેશભરમાં સૌ કાઈને સમાવવા ગાંધીજએ વર્તમાનપત્રો દ્વારા નીચેનું નિવેદન પ્રકટ કર્યું': ] તકરારને મુદ્દો ખેડા જિલ્લામાં સને ૧૯૧૭-૧૮ની સાલમાં પાક મોટે ભાગે નિષ્ફળ ગયા છે એમ સૌ કાઈ કબૂલ કરે છે. મહેસૂલ ઉઘરાવવાના નિયમે પ્રમાણે જો પાક ચાર આનીથી ઓછો હોય, તો તે વ ની આખી મહેસૂલ મુલતવી રાખવાને ખેડૂતો હકદાર છે. જો પાક છ આનીથી છે, અને ચાર આનીથી વધારે હોય, તે મહેસૂલ અરધી મુલતવી રખાય છે. મારા જાણવા મુજબ એક દર ૬૦૦ ગામામાંથી માત્ર એક જ ગામની આખી મહેલ, અને આશરે ૧૦૪ ગામાની અરધી મહેસૂલ મુલતવી રાખવાની સરકારે મહેરબાની કરી છે. ખેડૂતો જણાવે છે કે, આપવામાં આવેલી રાહત જોઈ એ તે પ્રમાણમાં પૂરતી નથી. સરકારની માન્યતા છે કે ઘણાંખરાં ગામોમાં પાક છ આનીથી વધારે થયેા છે. આથી તકરારને મુદ્દો એ જ રહે છે, પાક કેટલેા થયો : ચાર આની, છ આની કે તેથી પણ વધારે ? નિષ્ઠુર તલાટીએ સરકાર તરફથી પાકની આંકણી ગામના મુખીની મદદથી તલાટી કરે છે. સામાન્ય રીતે તેમના આંકડા બારીકાઈથી તપાસવાની જરૂર હોતી નથી. કેમ કે માટે ભાગે પાક નિષ્ફળ જાય ત્યારે જ એ આંકડાઓ સામે શંકા ઉઠાવવામાં આવે છે. તલાટીઓને આખાય વર્ગ ખુશામતિયા, ખાટું કરવામાં આંચકા ન ખાય તેવેા અને જુલમી હોય છે. મુખીને ખાસ કરી તેમની ખાનદાની માટે પસંદ કરવામાં આવેલા હોય છે. તલાટીએ જેમ અને તેમ પૂરેપુરું મહેસૂલ વસૂલ કરી લેવાનેા આશય રાખે છે. ખંતીલા તલાટીને
૨૩૨
૨૨૨