ટકવા ખાતર તેમ કર્યું હતું એમ કાંઈ નથી, પરંતુ સભાના બંધારણ પ્રમાણે અહુમતીને માન આપી સભા પાસે સત્યાગ્રહના ઠરાવ પસાર કરાવવાનું મને પોતાને જ ઠીક લાગ્યું નહીં. અને તેથી સભાસદોને પોતપોતાની મચ્છુ મુજબ વવાની છૂટ મળી. છતાં હકીકત એ છે કે સભાના ઘણા આગેવાન સભાસ ખેડાની લડતમાં ભાગ લઈ રહ્યા છે. જે લેકા જમીનમહેસૂલ ભરવાને ખુશી હતા તેવા માણસાને મે ઉશ્કેરીને પૈસા ભરતા અટકાવ્યા, એ આરોપતા હું બિલકુલ ઇન્કાર કરું છું. સરકારી યાદીમાં જુદા જુદા તાલુકાના વસૂલાતના આંકડા આપવામાં આવ્યા છે. એ જ રાણિયા અને તલાટીએની ક્રૂરતા સૂચવે છે. પ્રાને તે કાયદાને આધારે એક કારી ટકા જ લાગ્યા છે. જમીનો ખાલસા ચૂકી હરાજ કરી મહેસૂલ બાકી ન રહેતાં વસૂલ થયું, તેથી તપાસ કરવા કે રાહત આપવાને બિલકુલ કારણ નહોતું, એમ કૈમ જ કહી શકાય ? હું કબૂલ કરું છું કે કાયદાના આધારે નહીં, પણ રહેમદિલથી મહેલ મુલતવી રાખવામાં આવ્યું છે. પર ંતુ એ રાહતના અમલદારાના તેર કે તેમની ચૂત ઉપર આધાર નથી. પર ંતુ તે માટે ધારાધોરણ નક્કી થયેલ છે અને પાક ચાર આનીથી ઓછા રે, હ્તાં સરકાર એ રાહત આપવાના નિયમાતા અમલ ન કરે એવું અની શકે નહીં. આનાવારી ખરી કે ખેાટી એ જ એક મુખ્ય મુદ્દો છે. જો આનાવારી બરાબર હોય તો રાહત આપતી વખતે સરકાર પાછળથી ખીન્ન મુદ્દા વચ્ચે લાવે છે. દાખલા તરીકે : ‘જિલ્લાની સામાન્ય આર્થિક સ્થિતિ.’ જિલ્લામાં પ્લેગ ચાલે છે અને મોંધવારી છે, તેથી પ્રજાને રાહત મળવાનાં ઘણાં કારણે છે. કલેક્ટર સાહેબે મને કહેલું કે આ છેલ્લા મુદ્દા હું ધ્યાનમાં નહીં લઉં, માત્ર પાક ઉપર જ આધાર રાખીશ. મને લાગે છે કે એક સ્વતંત્ર પંચ નીમવાની માગણીના સમતમાં મારે જેટલું કહેવું જોઈએ તેટલું હું કહી ચૂકયો છું. વળી જ્યાં સુધી એક ખેડૂતની પશુ ખાકી રહે ત્યાં સુધી આવા પંચને અવકાશ છે. કેમ કે જપ્તીમાં જો કઈ જી ચીજ હાથ ન લાગે તો તેની જમીન ખાલસા મુકવા સરકાર પાછી પાની કરે નહીં. તલાટીના આંકડા જાા છે એમ સાબિત કરી આપવા ખેડૂતા તૈયાર છે, કેટલાક તલાટીએ હિંમતથી કહેવા તૈયાર છે કે આનાવારીના આંકડા ઉપરી અમલદારોના કહેવા પ્રમાણે રાખવામાં આવેલા. પણ તે આ પળે હવે સ્વતંત્ર પંચ નીમવાની આવશ્યકતા ન જણાય તે પછી મહેસૂલની માત્ર જૂજ રકમ બાકી છે, તે સરકાર મુલતવી કેમ નથી રાખતી ? કેમ કે જો તેમ કરવામાં આવે તે સારી સ્થિતિવાળા ખાતેદારો ટપોટપ મહેસૂલ ભરી દેવાની કબૂલાત આપે છે.
૨૩૭
૨૩૭