લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આમ પ્રથમથી ઉદાર દિલે જશ લેવાના માના અધિકારી વગે હઠપૂવ ક ત્યાગ કર્યો અને હવે પણુ જે આપ્યું તે સક્રાચાઈ ને, અને ભૂલને સ્વીકાર કર્યા વિના, ન છૂટકે જ આપ્યું છે. તેથી અમે કહીએ છીએ કે આ સમાધાનીમાં મીઠાશ નથી. પ્રજાની પાસે પેાતાના દોષો કબૂલ ન કરાય એવી ખાટી હઠ અને માન્યતાથી, અને પ્રજાએ માગ્યું માટે આપ્યું એમ ન કહેવાય એવા આપખુદ સત્તાના સિદ્ધાંતને વળગી રહેવાથી અધિકારી વર્ગ લોકપ્રિય થવા નથી પામ્યા. ઉપરની ટીકા કરતાં અમને દુ:ખ થાય છે, પણ એ વના મિત્ર તરીકે આવી ટીકા કરવાની અમે ધૃષ્ટતા કરી છે. અધિકારી વર્ગની આવી વર્તણુક હોવા છતાં આપણી માગણીને સ્વીકાર થાય છે એટલે આપણે તે વધાવી લેવા એ આપણી ફરજ છે. હવે મહેસૂલના આઠ ટકા જ વસૂલ થવાના બાકી છે. આજ લગી મહેસૂલ નહીં ભરવામાં જ માન હતું. તેવી સ્થિતિ બદલાતાં સત્યાગ્રહીને સારુ મહેસૂલ ભરવામાં માન રહ્યું છે. સરકારને જરા પણુ તકલીફ દીધા વિના જે શક્તિમાન છે તેમણે મહેસૂલ તરત ભરીને બતાવી આપવાનું છે, કે જ્યાં આધ્યાત્મિક અને માનુષી કામદા વચ્ચે વિરોધ નથી ત્યાં સત્યાગ્રહી કાયદાને માન આપવામાં ગમે તેની સાથે સરસાઈ કરી શકે છે. આ લડતમાં કાયદા અને સત્તાને શુદ્ધ ભાવે માન આપવાની ખાતર આપણે અમલદારનું માન ભગ કરતા દેખાયા છીએ. અશક્ત ખેડૂતોની નોંધ કરવામાં આપણે એવી કડક શિસ્ત જાળવવી કે જેથી નોંધની સામે કાઈ થઈ જ ન શકે. જેની અશક્તિ વિષે જરાયે શકા હોય તેણે મહેસૂલ ભરી દેવી એ તેની ફરજ છે. અશક્ત ક્રાણુ છે તેને છેવટને નિષ્કુ ય અધિકારી વર્ગ જ કરશે, છતાં પણ તેઓ પ્રજાના મતને પૂરતું માન આપશે, એમ અમે માનીએ છીએ. ખેડાની પ્રજાએ પાતાની બહાદુરીથી આખા હિંદુસ્તાનનું ધ્યાન ખેચ્યું છે. સત્ય, નિર્ભયતા, એકસપ, દૃઢતા, અને સ્વાત્યાગનેા રસ ખેડાની પ્રજા આજે છ માસથી ચાખતી આવી છે. અમારી ઉમેદ છે કે એ મહાન ગુણાને પ્રા વધારે ખીલવશે, અને માતૃભૂમિનું નામ વિશેષ ઉજ્જવળ કરશે. અમારી દૃઢ માન્યતા છે કે આ લડત ઉપાડી ખેડા જિલ્લાની યતે પોતાની, સ્વરાજ્યની અને સામ્રાજ્યની શુદ્ધ સેવા કરી છે. ઈશ્વર પ્રજાનું કલ્યાણુ કરી ! નડિયાદ, વૈશાખ વિદ ૧૨, ‘૭૪ મને ૬, ૧૯૧૮ અમે! છીએ નિત્યના પ્રજાના સેવક મેહનદાસ કરમચંદ ગાંધી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ

૨૪૧

૨૪૧