આપણી દાનત શુદ્ધ હશે તે સરકાર પણ શુ દાનતથી આપણી સાથે કામ કરશે. કદાચ શુદ્ધ દાનત નહીં રાખે એમ ક્ષભર માનીએ તાપણુ આપણે આપણી શુદ્ધતા ઉપર વિશ્વાસ રાખવા ધટે છે. ભલાની સાથે જ ભલાઈ એમાં વીરતા નથી. ભૂંડાની સાથે પણ ભલાઈ ના પ્રયોગ કરવામાં જ વીરતા રહેલી છે. સરકાર આપણને લશ્કરમાં કમિશન * નથી દેતી; શસ્ત્ર ધારણ કરવાના કાયદો રદ નથી કરતી; લશ્કરી તાલીમ દેવાની શાળા નથી ખેાલતી; આપણે કેમ મદદ કરી શકીએ? વાંધા ખરા છે. સરકાર આ વિષયમાં સુધારા નહી કરવામાં મેટી ભૂલ કરે છે. ઈંગ્રેજી પ્રજાએ ઘણાં પુણ્ય કાર્યો કર્યાં છે. તેને સારુ પ્રભુ તેનું ભલુ કરો. પણ 'ગ્રેજી પ્રજાને નામે ઇંગ્રેજી અધિકારીઓએ હિંદુસ્તાનને શસ્ત્રરહિત કરી જે અધેાર પાપ કર્યું છે તે જો હજુ અધિકારી વગ નહીં ચેતે તે તેનાં બધાં પુણ્યાને ધોઈ નાખશે. ન કરે નારાયણ તે હિંદુસ્તાનને કાંઈ પણ ઈન્દ્ર પહોંચે, હિંદુ- સ્તાન બીજી પ્રશ્નને હસ્તક જાય તો હિંદી પ્રજાની હાય અગ્રેજી પ્રજાને એવી સખત લાગશે કે એ પ્રા જગતની આગળ ઝ ંખવાણી પડશે અને તેને તેત્રીસ કૈાટી પ્રજાને નામદ બનાવવા સારુ ફિટકાર લાગશે. હું માનું છું કે ઈંગ્રેજી પ્રજાના મહાન પુરુષો આ વસ્તુ સમજી ગયા છે, ચેતી ગયા છે, પણુ પોતે રચેલી સ્થિતિ તેઓ એકદમ ફેરવી નથી શકતા. ઈંગ્રેજમાત્રને હિંદુસ્તાનમાં પેસતાં જ આપણી તરફ તિરસ્કારનું, પોતાની માટાઈનું, આપણાથી અળગા રહેવાનું શિક્ષણ આપવામાં આવે છે, તેઓના વાતાવરણમાં એ રહ્યુ છે. ઊંચા અધિકારવાળા આ વાતાવરણમાંથી મુક્ત થવા અને નીચેનાને મુક્ત કરવા પ્રયત્ન કરે છે, પણ એકદમ સફળતા નથી મેળવી શકતા. જો કાડો વખત ન હોય તે આપણે તેની સાથે લડત, પણુ આવે સમયે કમિશન આદિની રાહ જોઈ બેસી રહેવું એ માંની ઉપર વેર વાળવાને સારું નાક કાપ્યા ખરેખર છે. એવુ પણુ અને, કે આપણે કમિશનની રાહ જોતા રહીએ અને આપણને સામ્રાજ્યને મદદ કરવાની તક ન જ મળે. સરકાર કમિશન વગેરે ન આપી અથવા આપવામાં ઢીલ કરી આપણને લશ્કરમાં દાખલ થતાં અથવા બીજી રીતે મદદ આપતાં રોકવા ઇરછતી હોય તા- પણ આપણે આગ્રહપૂર્વક લશ્કરમાં, દાખલ થવાની જરૂર છે એવી મારી દૃઢ માન્યતા છે. સરકારને પાંચ લાખ માણસ લશ્કરને સારુ આ સમયે જોઈ એ છે. આ માણુસને ગમે તેમ કરી સરકાર મેળવશે. આપણે જે આટલાં માણસા આપીએ તે આપણે જશ મેળવીએ, આપણે સેવા કરીએ ને અયોગ્ય રીતે
- લશ્કરમાં અમલદાર બનવાના અધિકાર.
૨૪૪
૨૪૪