અંગે રહેલાં અનેક કામેામાં થઈ શકે, સિપાહીની બરદાસ્તમાં થઈ શકે. જેતે ઉ ંમરલાયક દીકરા છે તે દીકરાને મેકલતાં જરાયે નહીં અચકાય એવી મારી ઉમેદ છે. લડાઈમાં દીકરાના ભાગ આપવા એ દુ:ખકર નહીં પણુ વીર પુરુષને સુખકર હોવું જોઈ એ. આ વેળાએ દીકરાનેા ભાગ તે સ્વરાજયને ખાતર અપાયા કહેવાશે. બહેનેાને મારી વિનતી છે, કે તમે મારી આ અરજપત્રિકાથી ગભરાશે નહીં, પણ તેને વધાવી લેશે. તેમાં તમારા રક્ષગુની, તમારી લાજની ચાવી રહી છે. ખેડા જિલ્લામાં ૬૦૦ ગામડાં છે. દરેક ગામડામાં સરેરાશે હજાર કરતાં વધારેની વસ્તી છે. જો દરેક ગામ એછામાં ઓછા ૨૦ માણસને કાઢે તે ૧૨,૦૦૦ માણસનું લશ્કર ખેડા જિલ્લા આપે. ખેડા જિલ્લામાં સાત લાખની વસ્તી છે, એટલે સેંકડે ૧૭ માણુસનું પ્રમાણુ આવે છે. મરજી પ્રમાણુ તેથી વધારે છે. આટલા ભાગ પણુ આપણે જો સામ્રાજ્યને સ્વરાજ્યને આપવા તૈયાર ન હોઈ એ તે આપણે નાલાયક ઠરીએ એમાં નવાઈ નહીં ગણાય. જો દરેક ગામ વીસ માણસને આપે તે તેઓ લડાઈમાંથી પાછા ક્યે ગામના જીવતા કિલ્લારૂપે રક્ષા થઈ પડશે. જો તે રણક્ષેત્રમાં પડશે તે પોતાને, ગામને તે દેશને અમર કરશે તે તેની પાછળ તેવા ખીજા વીસ તૈયાર થઈ દેશનું રક્ષણ કરશે. આ કાય કરવુ જ હાય તો તે કરવામાં આપણે ઢીલ નથી કરી શકતા. દરેક ગામમાંથી બળવાનમાં બળવાન માણસને ચૂંટીને તેનાં નામ મેકલવામાં આવે એ હું ઇચ્છું છું, એ ભાઈ એ તે બહેનેા પાસે માગું છું. તમને સમજાવવા અને અનેક અનેક સવાલો ઊશે તેના જવાબ આપવા સારુ મુખ્ય ગામે સભાઓ ભરવામાં આવશે, સ્વયંસેવા પણ નીકળી પડશે. ભાઈ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ( ઍરિસ્ટર ), ભાઈ કૃષ્ણુલાલ નરસીલાલ દેસાઈ ( એમ.એ., એલએલ.બી.), ભાઈ ઇંદુલાલ કનૈયાલાલ યાજ્ઞિક (બી. એ., એલએલ.બી. ), ભાઈ હરિપ્રસાદ પીતાંબરદાસ મહેતા (હિતેચ્છુ પ્રેસના માલિક ), ભાઈ પ્રાગજી ખંભાઈ દેસાઈ, ભઈ મેહન લાલ કામેશ્વર પડચા, ભાઈ ગણેશ વાસુદેવ માવલંકર (બી. એ., એલએલ. બી. ), ભાઈ કાળિદાસ જશકરણ ઝવેરી (બી. એ., એલએલ. બી. ), ભાઈ ફૂલચંદ બાપુજી શાહ, ભાઈ ગોકલદાસ દ્વારકાદાસ તલાટી (બી. એ., એલએલ. બી.), ભાઈ શિવાભાઈ ભાઈલાલભાઈ પટેલ (બી. એ. એલએલ. બી. ), ભાઇ રાવજી- ભાઈ મણિભાઈ પટેલ વગેરે ગૃહસ્થા આ કાય માં જોડાયા છે. નડિયાદ, તા. ૨૨-૬-૧૮ (‘પ્રબંધુ', ૩૦-૬-'૧૮ ) સાહનદાસ કરમચંદ ગાંધી
૨૪૬
૨૪૬