લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માગીએ છીએ એ કહેનાર થોડા જ જોવામાં આવ્યા છે. તેાડવા માગનાર પણ આજે તોડી ન જ શકે એમ છે એ તે સૌ કાઈ જોઈ શકે છે. ગમે તેમ હોય પણુ આજે આપણું તારણ અંગ્રેજને મદદ કરવામાં જ છે. તેમને મદ કરવી એ આપણને પોતાને મદદ કરવા ખરેખર છે. જયાં આપણે અને એમને સ્વાં એક જ દિશામાં વહે છે ત્યાં એક્બીજાના દોષોનું ચિતવન કરી એકબીજાની મદદે ન જવુ એ તે અતિ અવિચારનું કામ ગણાય. આપણે જે ગામમાં રહેતા હોઈએ તે ગામના આપણા શત્રુ પર ધાડ આવે ને તેથી આખા ગામને નુકસાન થવાનો સંભવ હોય તો આપણે શત્રુતાને ભૂલી જઈશું અને આવી પડેલી ધાડ દૂર કરવા સારુ શત્રુની વહારે ચડશું ને ધાડ- પાડુને હાંકી કાઢશું. એવુ જ આજ આ યુદ્ધમાં વર્તે છે. આપણે અત્યારે સામાન્ય આકૃતની સામે થવાની જરૂર છે એટલું જ નહીં પણ આપણી ફરજ છે. બીજી શંકા એ ઉઠાવવામાં આવી છે કે યુદ્ધમાં સારામાં સારા માણસો માકલી આપણે તેમને મરાવી નાખવા એ કયાંને ધમ ? આમ તે સ્વરાજ્યવાદી સઘળા માર્યા જાય, એટલે આપણે સ્વરાજ્ય શું લેવાના હતા ? આ શંકા જો બુદ્ધિમાન ગણાતા માણસોએ ન ઉઠાવી હત તે હું તેને હાસ્યજનક કહેત. હિંદુસ્તાનમાં પાંચ લાખ જ સ્વરાજ્યવાદીએ હોય તે આપણે સ્વરાજ્યને લાયક નથી એ તો સ્પષ્ટ છે. પણ્ શકા ઉાવનારનું કહેવું એ છે કે સ્વરાજ્યવાદી ગમે તેટલા હોય પણ સ્વરાજ્યની હિલચાલ કરનારા સમજી માણસો તે પાંચ લાખથીયે એા છે. એ વાત ખરી છે. માત્ર એક વસ્તુ ભુલાઈ જવાય છે. પાંચ લાખ મરણિયા માણસાને તૈયાર કરતાં પચાસ લાખ માણસાને કાને યુદ્ધ, સ્વરાજ્ય વગેરેની વાત પહોંચશે. આપણે પાંચ લાખ સ્વતંત્ર માણસોને તૈયાર કરવા ઇચ્છીએ છીએ. એએ સમજપૂર્વક પેાતાની ઇચ્છાએ જશે. તેના મિત્રો, સગાં વગેરેની તેણે સલાહ લીધી હશે એટલે પાંચ લાખ જનારા માણસે પોતાની પાછળ લાખ્ખા પોતાના જેવાને મૂકી જશે. ખરી વાત તો એ છે કે આપણે લડાઈ કરવાની શક્તિ જ ખાઈ બેઠા છીએ અને વીરતાને નાશ થઈ ગયા છે. આપણી સ્ત્રી- એનું રક્ષણુ કરવા જેટલી પણ આપણામાં શક્તિ નથી. ધમને નામે કમાઁ (કતવ્ય ) ભૂલ્યા છીએ. ધાળે દહાડે ગામડામાં ધાડ પડે તેની સામે પણુ આપણે ઊભી શકતા નથી. એક હજારની વસ્તીમાં આઠ માણસે આવી લૂંટફાટ કરી ચાલ્યા જઈ શકે એ દેખાવ આખી દુનિયામાં હિંદુસ્તાનમાં જ બની શકે છે. આ માલુસને હઠાવી ન શકે એવા શરીરે તદ્દન દુળ ગામડિયા નથી. પણુ તેઓને મરણુતા ભારે ભય છે. એવી લડાઈમાં પડી પોતાનું શરીર કાણુ જોખમમાં નાખે ? છેને લૂંટ. સરકારનું કામ છે, એ ફાડી લેશે, એમ વિચારી ઘરમાં ભરાઈ રહે છે. પડોશીનું ઘર ખળે, તેની લાજ લૂંટાય, માલ જાય,

૨૪૮

૨૪૮