તેની આ તત્ત્વજ્ઞાનીને પરવા નથી. જેમાં સુધી આ તત્ત્વજ્ઞાન (અંધકાર )ના નાશ નથી થયો ત્યાં લગી હિંદુસ્તાનમાં ખરી શાંતિ થવાની નથી. સરકારી કે ખીન્ન સિપાહી આવે ત્યારે જ આપણે ગામ બચાવી શકીએ એ સ્વમાન જાળવનારને સારુ અસહ્ય સ્થિતિ છે. આવી સ્થિતિમાંથી નીકળવાના તાત્કાલિક ઇલાજ આપણે હાથ આવેલા છે. સિપાહીની ભરતીમાં દાખલ થવાથી આપણને હથિયાર વાપરતાં આવડશે, આપણામાં રાષ્ટ્રીય જુસ્સા આવશે તે આપણે ગામેાનું રક્ષણ કરવા લાયક અનેશું. અમે જઈ એ તો અમારાં ઔરોકરાંનું શું થાય? આ સવાલ તો સૌ પૂછે. લડાઈમાં જનારને દર માસે કપડાં, ખાવાપીવા ઉપરાંત પગાર મળે છે. એામાં ઓછા અઢાર રૂપિયા મળે અને લાયકાત મુજબ તેને દરજ્જો વધે અને પગાર પણુ વધે. જો તેનું મરણુ થાય તો તેનાં બૈરાંછોકરાંનું ભરણપોષણ સરકાર કરે છે. લડાઈમાંથી પાછા કરે તેને ઇનામઅકરામ મળે છે. મારી માન્યતા છે, કે અંતમાં જે આર્થિક લાભ સિપાહીગીરીમાં છે તે ખીજા ધંધામાં નથી જ મળતો. પણ એવા લાલ તે અંગ્રેજોને જ મળી શકે છે, આપણને કાં મળે - છે? એમ કહેનાર સાંભળ્યા છે, તેને કહેવાનું કે આપણી મહેનતથી પાંચ લાખ સમજુ માણુસનું લશ્કર થાય અને તેઓને અંગ્રેજ જેટલા જ હક ન મળે એ બનવાજોગ નથી. એવુ અને તેા પાંચ લાખની અને આગેવાનોની ખામી જ સિદ્ધ થાય. પાંચ લાખ સ્વયંસેવાનું લશ્કર પેદા થાય તે તે લશ્કર અંગ્રેજ લશ્કરની બરાબરી કરે ને તેના જેટલા જ હકા મેળવે. પાંચ લાખનું આ પ્રમાણે લશ્કર ઊભું થવામાં જ હકા સમાયેલા છે. તમે કહેા છે કે વગર શરતે લડાઈમાં જાઓ. બીજા સલાહકાર કહે છે સરખા હકનું વચન લઈ તે જાઓ. ત્રીજા કહે છે જવાને બધાયા જ નથી. ઊંધ વેચીને ઉજાગરા ન કરો. આવી ણુ સલાહમાં અમે ગૂંચવાઈ એ છીએ. અમને તો લાગે છે, કે આવી સ્થિતિમાં જેવા છીએ તેવા રહીએ એ ડહાપણુ જણાય છે. માા તંત્ર ઉત્તર છે, કે આવાં વાકયે તે ભીરુનાં છે. જેમ જેમ કાળ જશે તેમ તેમ પક્ષે બધાશે, જુદા મતો પડશે. એ બધાને તમારે વિચારવા પડશે. જે સ્વરાજ્ય લેવાની તમે અને આપણે બધાએ પ્રતિજ્ઞા લીધી છે તે પ્રતિજ્ઞાની ખાતર પણ લડાઈમાં ભાગ નહીં લઈએ એવી વાત કરવી એ સ્વરાજ્યને દ્રોહ હું તે ગણું છું. શરત કરાવીને સેનામાં દાખલ થતાં આપણું દાખલ થવાનું રહી જવાના અને સ્વરાજની યોજના પણ મુલતવી રહેવાના ભય રહ્યો છે. લશ્કરમાં દાખલ થવામાં જ સ્વરાજ્યની અને આપણા દેશની સહીસલામતી છે. ભરતીમાં
૨૪૯
૨૪૯