લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દાખલ થવાથી સ્વરાજ્યને ધક્કો તો ન જ પહુચે એમ તે બધા પક્ષ કબૂલ કરે. એટલે ત્રણે પક્ષમાં મુકાબલે પણ ભરતીમાં દાખલ થવું એ જ સારા પક્ષ ગાય એમ હું માનું છું. મારી ઉમેદ છે કે ખેડા જિલ્લાના ભાઈ એ પેાતાની ફરજ બજાવશે અને પોતાનાં નામ સ્વયંસેવાને આપશે અથવા પરબારાં આશ્રમ પર મેાકલી દેશે. બહેનેા આ કાર્યમાં મદદ કરશે એવી મારી ઉમેદ છે. હું જાણું છું કે કેટલીક બહેનેા પોતાના ધણીને અને દીકરાઓને જતા અટકાવે છે. તે ઊંડાં ઊતરી વિચાર કરશે તો સમજાશે કે પોતાના ધણી કે છોકરા વીરપુરુષ થાય એમાં તેમને સ્વા છે, દેશને તો છે જ. નડિયાદ, તા. ૨૨૭–’૧૮ (‘પ્રજાબંધુ', ૪-૮-'૧૮) આપને સદાના સેવક મોહનદાસ કરમચંદ ગાંધી

૨૫૦

૨૫૦