લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
 
૨૭
 

પેાતાની ભાણેજવહુને ઃ · ચિ. નિમ ળા, “ આ કાગળ બહેન રળિયાતને વંચાવો. તમને તે મારાથી શું લખાય ? તમારે સારુ તે હું એટલાં બધાં કાર્યો જોઉં છું કે તમારી જિંદગી આખી સૌંદય થી ભરી મૂકે, અને તમારું વૈધવ્ય ભુલાવી દઉં. કેટલીક સ્ત્રીએ મને મદદ કરી રહેલી છે. કમનસીબે તમારી મદદ મને ન મળી શકે. જેમ બહેન રળિયાતને વાંક કાઢું છું તેમ તમારે વાંક મારાથી કાઢી શકાશે નહીં, કારણ કે તમારે એ મુરબ્બીઓને રીઝવવાના રહ્યા, પિતાશ્રીને અને બહેનને પણ જે તમારી ઇચ્છા મને મદદ કરવાની થાય તે તમે તમારે સારુ રજા મેળવી શકા છે, એટલું જ નહીં પણ તમે બહેન રળિયાતને પણ અહી લાવી શકે છે. કારણ કે તમારા વિના તે એ જીવે જ નહી. કાઈક દિવસ તે તમે મારી પાસે હશેા જ, એમ હું માનું છું. તમે એટલું તો સમજતાં હશે કે જે ગે!કળદાસ જીવતા હત તો મારાથી દૂર એક ક્ષણભર પણ એ નહીં નભી શકત. મારી સાથે રહીને તમે ગોકળદાસના આત્માને પણ શાંતિ આપી શકે છે. CC આ બિહારમાં છે. ઘણી વેળા તમારી ઝંખના કરે છે. મારે હજી આ તરફ કાંઈક વખત રહેવાનું થશે.” ને પત્ર: પોતાની પત્નીના મૃત્યુ પછી અલ્પકાળમાં થનાર લગ્ન માટે શરમની લાગણી. એક વરસ પણ શાક ન પળાયે, એ માટે ગ્લાનિ છતાંયે ગાંવહાલાંઓને આગ્રહ હાલ ન ખૂલ કરું તો ખાટા અથ થાય. કન્યા ભવિષ્યમાં નહીં મળે, વગેરે અહાનાંઓથી પોતાના કાય ને બચાવ. તેને ઉત્તર ઃ ૨૨-૨-૨૮ “ ભાઈશ્રી . .. તમારા કાગળ મળ્યા. તમારી ઉપર શબ્દપ્રહાર કરવા એ નકામું લાગે છે. ઘણી વેળા માણસ તાના દોષ વર્ણવી ગુણ ગાય છે. એવી દશા તમારી છે. તમારામાં સામાન્ય માણસ કરતાં કઈ વિશેષતા છે તેથી તમે જાહેર જીવનમાં ભાગ લે છે! એમ કહેવાય. (પણ) તમારા કાર્ય માં સામાન્ય માણસ કરતાં કઈ વિશેષ નબળાઈ બતાવે છે. તમારી આગલી સ્ત્રીને વિષે તમને ભારે ધા લાગવાને તમે દાવા કર્યાં, તેનાં અ ંતિમ વચનેએ તમારા ઉપર ઊંડી અસર કરી એમ તમે જણાવ્યું, તમે ધા વીસરી ગયા, અંતિમ વચનોની અસર ઊડી ગઈ. બહુ વેદનાથી રાતો આદમી એકાએક હસવા માંડે તે તે નાટકકાર ગણાય યા તે ધેલા થઈ હસવા લાગ્યો છે એમ કહેવાય. તમે કાલે રાતા હતા તે આજે હસવા લાગ્યા. તમને કયું વિશેષણ લાગે? જે માણસના વિષય પાતાને હાથ ન 710