લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દૃષ્ટાંત તરીકે કામ આવે છે. ત્યાં મેળવેલા અનુભવા ઉપર અહીંની મારી પ્રવૃત્તિઓ હું વિકસાવી રહ્યો છું. મિસિસ વેસ્ટને કહેશો કે એક ક્ષણ પણ તે એમ ન ધારે કે તેમને અને મમ્માને હું ભૂલી ગયા છું. તેમ મેં આપેલાં વચનો પણ હું ભૂલી ગયા નથી. નવા સંબંધો બંધાય અને નવી એળખાણ થાય તેથી જૂનાને હું ભૂલું એવા નથી. - આ કાગળ પ્રગટ કરવાના નથી. મારી પ્રવૃત્તિએ વિશે જાહેરમાં હું કાંઈ કહેવા ઇચ્છતા નથી. ” “ ચિ. પાર્વતી, ચાર — સદાના તમારે મા॰ ૬૦ ગાંધી તને આ કાગળ મે ગુજરાતીમાં લખવાના શરૂ કર્યો હતા કારણ છેકરા અને છોકરીઓને હું ભાગ્યે જ અગ્રેજીમાં લખું છું. પણ હું જાણું છું કે મારે તને અગ્રેજીમાં કાગળ લખવા જોઈએ. તું મને કહેશે કે તને મે ગુજરાતી અને હિંદી શીખવવાની વ્યવસ્થા કરી હોત તો તમારા ગુજરાતી અને હિંદી કાગળા હું સમજી શકત. તને આમ કહેવાને હક્ક છે. હું પણ એટલું કહું કે જો તું મારી સાથે હિ ંદુસ્તાન આવી હોત અને મારી સાથે રહી હોત તો તું મારી સાચી દીકરી અનત અને હિંદી તથા ગુજરાતી શીખત. સૅમને કહેજે કે ફિનિક્સની ખેતી એ સફળ બનાવે એવી હું આશા રાખું છું. ત્યાં તમે શું શું કરે છે? રાધા અને રૂખી તે બહુ મોટાં થઈ ગયાં છે. રૂખી રાધા જેવડી દેખાય છે. બંનેએ હિંદી અભ્યાસમાં સારી પ્રગતિ કરી છે. તમને સૌને પ્યાર. “ ( સહી તામિલમાં) કાલે પડચાજી સાથે વાત કરતાં વડાલમાં આપુજીને ‘શિકારી’નામ આપ્યું. એવા અ માં કે હરહંમેશ કાઈ નહીં તો કાઈ શિકાર, પોતાના હૃદયમાં અનિર્દેશ રહેલા રાષ્ટ્રીય કાય માટે, એ પકડયે જ જાય છે. પેલે દિવસે મારા અક્ષર સુંદર છે અને બહુ ઝડપી લખનારા છે એમ કહીને, મારા ગુણા આગળ દેષો ભૂલી જઈશું એમ કહીને, તો એક દિવસ દુર્ગાને વિષે પિતૃપદ ગ્રહણ કરીને, અને તેને એક સુંદર પત્રથી કૃતજ્ઞતામાં દાબીને, એક દિવસ બેંકર અને અનસૂયા- બહેનની જોડે મધુરું મધુરું મેલીને, અને તેમને જમવાનો નિત્ય આશ્રહ કરીને, તેા બીજે દિવસે વલ્લભભાઈ ને નિત્ય સવારે પણ જમવા આવવાન આગ્રહ કરીને, બાર વરસથી ધરભંગ થયા હતાં તેમના ન પરણવા પ્રતિ બહુ સતય દર્શાવીને, અમને પોતાની કેટલીક હાની ખાખતા પણુ કહીને ચેલા મૂંડવાને

૩૦

૩૦