લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ક્ષતવ્ય ન ગણાય. સિવાય કે . . . કહેતા હતા તેમ જો એને પેાતાની સ્ત્રી ન જ ગમતી હોય, તેતે માટે મમતા બિલકુલ ન હોય તો તેના મરણ પછી બીજે જ દિવસે પરણવાનેા અધિકાર છે. પણ . . તે શાકમાં ડૂબી ગયેલા ! આજે થોરાના ડડ્યુટી ઓફ સિવિલ ડિસએબીરિયન્સ ’– કાયદાની સામે થવાની ફરજ—એ પુસ્તકના બાપુએ ઇન્ડિયન ઓપીનિયનમાં આપેલે અનુવાદ વાંચ્યા. તે ફરી ફરી વાંચવા અને વિચારવા જેવા છે. અહીં તે અક્ષરશઃ આપ્યા છે. હિંદુસ્તાનમાં કરી છપાવતી વખતે તે આખા સુધાર્યો હતો. સુધારેલા રૂ૫માં અહીં આપ્યા છે. -૨-૬૮ પ્રસ્તાવના વિચાર, વાણી અને વનમાં એકતા જાળવનારા અમેરિકાના અહુ વિરલ સાધુપુરુષોમાં ધુરંધર હેનરી ડેવિડ થોરો ૧૯મા સૈકાની મધ્યમાં થઈ ગયો. સત્યના અડગ ટેકને લીધે તેના વિચારમાં જેટલું જોર હતું તેટલું જ એની વાણી અને વનમાં હતું. એનાં લખાણા વિચારની ખાણ છે, એના શબ્દેશબ્દમાંથી અગ્નિ ઝરે છે. આથી જ લાખા માણસે તે વાંચે છે અને મનન કરે છે. એના જે પ્રસિદ્ધ લેખને સાર આપવાના આ પ્રયત્ન છે તેનો ટૂંકમાં પ્રસંગ આ છે: અમેરિકાનાં સ ંયુક્ત રાજ્યેામાંના મેસેચ્યુસેટ્નો એ વતતી હતા. આ સયુક્ત રાજયાએ મેક્સિકાની સામે જે રીતે લડાઈ જાહેર કરી તે એને ન્યાયની વિરુદ્ધ લાગતી હતી. ગુલામીની પ્રથાની હસ્તી એ એક ધેાર, ક્રૂર, અન્યાયરૂપ એ માનતા હતા અને મેસેચ્યુસેટ્સની રાજ્યસત્તા ગુલામની હસ્તી અને માલકીને ટેકા આપતી હતી. અટલે એણે નિશ્ચય કર્યો કે એ રાજ્યને કર આપવા બંધ કરી રાજ્યની નીતિનો, અને તેમ કરી તેની સત્તાના અનાદર કરવા, અને એ રીતે રાજ્યના અત્યાચારમાં ભાગીદાર ન મનવું. આ નિશ્રય મુજબ એણે કર લેનાર આવ્યો તેને કહ્યું, “તું કર નથી લઈ જઈ શકતો — જ્યાં સુધી મારા પૈસાનો ઉપયોગ લડાઈના ખચ માં થવાના છે, કે ગુલામેા ખરીદવામાં થવાનો છે.” કર ઉધરાવનાર ગૂંચવાઈ પૃથ્વા લાગ્યો, “ત્યારે મારે શું કરવું ? ” તારે તારી જગાનું રાજીનામું આપવું, ખીજાં શું?” પરિણામે એને જેલ જવુ પડયુ. જેલમાં એના મિત્ર ઇમર્સન એને મળવા ગયા અને પૂછ્યું, “ હેનરી, તું અહીં કેમ ?” થોરાએ જવાબ આપ્યો, “તું કેમ અહીં નથી?’” જેલમાં તેના મનની અંદર જે વિચાર આવ્યા તેનું પરિણામ તે આ પુસ્તક. ઇતિહાસકારા એમ કહે છે કે, અમેરિકામાં ગુલામી અધ થવાનાં મુખ્ય કારણ એ થાનું જેલ જવુ અને જેલમાંથી નીકળ્યા શ્રાદ આ લેખનું પ્રગટ થવુ, એ હતાં. લેખ વાંચતાં સમજાશે કે આપણા દેશની હાલની પરિસ્થિતિમાં આ લેખ લોકેાની સમક્ષ મૂકવાને આ યોગ્ય અવસર છે.

૩૨

૩૨