લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મને સંપૂર્ણ` રીતે માન્ય છે કે લોકાની ઉપર રાજ્યસત્તાના દર જેટલેા આઠે તેટલુ તે રાજ્ય સારું; એટલે કે રાજયસત્તા એ એક જાતના રાગ છે, અને તે રેગમાંથી રૈયત જેટલે અશે મુક્ત રહી શકે તેટલે અંશે તે રાજ્યને વખાણી શકાય. ઘણા લેાકા એમ કહે છે કે અમેરિકામાં લશ્કર ન હોય અથવા એન્ડ્રુ હોય તો સારું. આ વાત બરાબર છે, પણુ તે પ્રમાણે કહેનારાનું માનવુ ભૂલભરેલું છે. તેઓ એમ કહે છે કે રાજ્યસત્તા લાભકારક છે, તેનું લશ્કર હાનિકર્તા છે. આવા માસા સમજતા નથી કે લશ્કર એ રાજ્યસત્તાનું શરીર છે અને તેના વિના તે સત્તા ઘડીભર ન નભી શકે. પણુ આપણે પોતે રાજ્ય- સત્તાના દોરથી ભાયલા રહી આ વાત જોઈ શકતા નથી. ખરી રીતે જોતાં તે લશ્કર અને રાજ્યસત્તા અને આપણે એટલે રૈયત જ નમાવી રાખીએ છીએ. એટલે આપણે જોયું કે આપણે પોતાની મેળે છેતરાયાં કરીએ છીએ. અમેરિકાના રાજ્યે કાઈ સાહસ પોતાની મેળે ઉપાડયુ હાય એમ નથી. નથી તેણે આપણને સ્વતંત્ર રાખ્યા કે નથી તેણે આપણુને કાંઈ કેળવણી આપી. આજે આપણે જે કાંઈ છીએ તે રાજ્યને લીધે નથી, પણ આપણા પોતામાં જે કાંઈ દૈવત છે તેને લઈને છીએ. ઊલટું રાજ્યસત્તાને લીધે આપણી કેળવણી અને હોશિયારીમાં કાંઈક ઊણપ આવી છે. તેમ છતાં હું રાજ્યને જમીનદોસ્ત કરવા માગતા નથી. હાલ તરત તે સારા રાજ્યકારભાર માગું છું. એ માગવાની દરેક માણસની કરજ છે. જે દેશની અંદર ઘણા મતથી બધી વસ્તુ થતી હોય ત્યાં ન્યાય જ મળે છે એમ માનવું એ મોટી ભૂલ છે અને તે ભૂલ નહી જોવાથી ધણા અન્યાય થયાં કરે છે. ઝાઝા માણસે કરે તે ખરું જ હોય એવી માન્યતા એ ખોટા વહેમ છે. શું એવી જાતનું રાજ્ય ન થઈ શકે, કે જ્યાં ઘણા માસા કહે તેને અમલ થવાને બદલે જે સાચું હોય તેનેા જ અમલ થાય? શું માણસે પોતાના આત્મા રાજ્યકર્તાઓને વેચી દીધેા છે? એમ જો હેાય તે આપણે માણસ શાના? હું તે કહું છું કે આપણે માણસ પહેલા અને પછી રૈયત. કાયદાને માન આપવાને ગુણ કેળવવાની કશીયે જરૂર હું જોતો નથી. સત્યને માન આપવાની જરૂર હરહમેશ છે. મારાથી એક જ ફરજ ધારણ કરી શકાય છે, અને તે એ કે, જે સત્ય હોય તે જ મારે કરવું. કાયદાથી કાઈ દહાડા માણસ જરાયે વધારે ન્યાયી થયેલા મેં જાણ્યા નથી. પણ મે એવુ તો જોયું અને જોઉં છું કે સાધારણ રીતે ન્યાયી બુદ્ધિના માણસે પોતાના ભાળપણથી અન્યાય ફેલાવવામાં હથિયારરૂપ બને છે. કાયદાને અનહદ માન આપવાનું પરિણામ, આપણે બધા એ જોઈએ છીએ કે રાજમ

==

૩૩