લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તેમ આવા માસા સમાજમાં વ્યાપીને આખા સમાજને ચડાવે છે. એવા તે હજારા છે, કે જેના વિચાર ગુલામીની સામે છે પણ જેએનાં આચરણુ પોતાના વિચારથી વિરુદ્ધ છે. તેઓ પોતાને વૈશિ’ગ્ટન અને ટ્રૅન્ક્સિનના વંશજો કહાવે છે. પશુ ખિસ્સામાં હાથ ઘાલી ચમન કર્યા કરે છે. આજના દેશસેવા અને પ્રામાણિક માણસા વા છે? તેઓ ચુપચુ મનના છે, દિલગીરીના ઠરાવેા પસાર કરે છે અને અરજીઓ કરે છે; પણુ કશી વાતમાં તેના જવ નથી હોતા એટલે તેમાં ભલીવાર પણ શે। હોય? તે રાહ જોતા બેસે છે કે કાઈ ખીજો દુ:ખનું નિવારણ કરનારા નીકળે તે પોતાની તળે રેલા ન આવે. જગતમાં - હારે નવસો નવ્વાણું સત્યની વાતેા કરનારા હોય છે, આચરનારા એક હોય છે. પણ સત્યના હાર વાતો કરનારા કરતાં સત્યના એક આચરનારની કિ ંમત ઘણી વધારે છે. ખાને સાચવનારા ધણા હોય, તેનાથી તેમાંથી એક પાઈ પણ નહીં આપી શકાય. ખાનાના માલિક એક જ હોય, છતાં તે બધું લૂટાવી શકે છે. માસ સત્યની તરફ મત આપે એટલે કાંઈ તે સત્ય આચરતો કહેવાય નહીં. જ્યાં સુધી પોતાના મત સિદ્ધ કરવાની તેને ધગશ નથી હાતી ત્યાં સુધી તે મતનું કંઈ ફળ નથી. બહુમતીના નિય ઉપર પોતાના સિદ્ધાંત છેડવાને બદલે તેણે એકલા ઝૂઝવુ જોઇ એ. અહુમતીએ જે કામ થાય તેમાં કરાવવાપણું શું રહ્યું? જ્યારે ઘણા માસે ગુલામી રદ કરવાના મત આપશે ત્યારે એમ જાણ્વ કે ગુલામી રદ કરવાપણું રહ્યું નથી. તેની સામે ઝૂઝનાર એક સાચા માણસે જ તેનું મૂળ ઉખેડયુ હતું એમ જાણ્યુ. હું એમ નથી કહેતો કે દરેક માણસ જ્યાં જ્યાં ખોટું જુએ ત્યાં ત્યાં તે દૂર કરવાને અધાયેલા છે; પણ હું ચોક્કસ કહું છું કે તે પોતે ખોટામાં ભાગ નહી લેવા તે બધાયેલા છે જ. માણસ, માત્ર વિચાર કરીને તે પ્રમાણે વર્તે નહી તેમાં શી મઝા હોય? જો મારા માલ કેાઈ ચોરી જાય તો હું તે અહીંક થયું ગણી એસી રહેતા નથી પણ ચોરાયેલા માલ પાછો મેળવવા અને ફરી ન ચારાય તેમ કરવા પ્રયત્ન કરું છું. જે માગ઼સ કહે છે તેમ કરે છે તે જુદી જાતને અને છે. તેવા માણસ નથી દેશની, નથી સગાની કે નથી મિત્રોની દરકાર કરત; સત્યને સેવતા આ બધાને તે સેવે છે. જુલમી કાયદા છે, એમ આપણે કબૂલ કરીએ છીએ. તેની સામે આપણે થયું? સાધારણુ રીતે મસા કહે છે કે જ્યારે ઘણા માણસો તે કાયદા નાપસંદ કરશે ત્યારે તે રદ થશે. તેઓ કહે છે કે જો તેઓ સામે થાય તે કાયદાની ખરાખી કરતાં સામે થવાની ખરાખી વધારે થશે, પણ તેમ થાય તે સામે નારાનો દોષ નથી, દોષ અમલદારને છે,

--

૩૫