હું બેધડક કહું છું કે મેસેચ્યુસેટ્સમાં એક હાર માણસ, એક સે માણુસ, અરે દસ માણસ – દસ પ્રામાણિક માણુસ, નહી નહીં, એક પ્રામાણિક માણુસ — ગુલામીની વિરુદ્ધ હામ, તે જો કર નહી' આપી ગુલામેાની ભાગીદારી- માંથી ખાતલ થઈ જાય અને તેમ કરવા માટે જેલ ભોગવી લે તે આજે જ અમેરિકામાંથી ગુલામગીરી નાબૂદ થાય. બીજાએ પોતાના મતના ન થાય ત્યાં સુધી તેણે ગુલામેાની માલકી ધરાવવાના પાપમાં ભળવાનું નથી, કેમ કે તે એકલા નથી, તેની સાથે હમેશાં ઇશ્વર છે. જો હું ખીજાએના કરતાં સાચે હાઉં તે હું તે બીજા બધા કરતાં ચડતા છું. વર્ષમાં એક જ વાર રાજ્ય- સત્તાના પ્રસંગમાં હું આવું છું, ↓ જ્યારે રાજ્યના પ્રતિનિધિ – કર ઉધરાવનાર મારી પાસે કર લેવા આવે છે. તે વેળા મારે તેને કર આપવાની ના પાડવી જ જોઈ એ. જો એક હજાર માણસો કર આપવા ના પાડે તે તેમાં કશે અત્યાચાર થતો નથી, પણુ રાજ્ય જે અત્યાચાર કરે છે તેમાં કર આપવાથી મદદ થતી હોઈ, કર આપવામાં જ અત્યાચાર રહેલા છે. હું જાણું છું કે મેસેચ્યુસેટ્સમાં એક જ ખરા બહાદુર, ગુલામીની સામે થઈ તે વેશ નહી આપી જેલમાં જશે તે તે જ દહાડે ગુલામેાની ખેડી તૂટવાની શરૂઆત થશે. જે ચીજ બરાબર કરવામાં આવે તે જ બની કહેવાય, પણ આપણે તો લાંબી વાતો કરીને માતીએ છીએ કે વાતે એ જ આપણું કામ છે. ગુલામી તોડવાની હિલચાલને ટેકા આપનારાં ઘણાં છાપાં છે, પણ એક મ નથી. જે રાજયમાં ખેોટી રીતે માણસોને જેલમાં નાખવામાં આવે છે તે રાજયમાં ન્યાયી અને સારા માણસાનું ધર જેલ છે. તેથી મેસેચ્યુસેટ્સમાં આજે સારા માણસાનેા વાસ જેલમાં જ હોવા જોઈએ. ગુલામી રાજ્યમાં માણુસ જેલમાં જ સ્વતંત્ર છે, ત્યાં જ તેનું માન છે, જેએ એમ માને છે કે સારા માણુસા જેલ જશે તે પાછળથી અન્યાયની સામે લડત ચલાવનાર કાઈ રહેશે નહીં, તેને લડત કેમ ચાલે તેનું ભાન નથી. તેઓને ખરાની સત્તા ખાટા ઉપર કેટલી ચાલે છે તેનું માપ નથી. જેલમાં પડેલા અને અન્યાયના જુલમને અનુભવ કરનારા જેલમાં જેટલું કામ કરી શકશે તેટલું જેલની બહાર નહીં કરી શકે. થોડા વિરુદ્ધ વિચારના માણસા, ઘણા માણસાની સાથે ખેંચાયાં કરે ત્યાં સુધી તેઓ વિરુદ્ધ વિચારના કહેવાય જ નહીં. તેઓએ પોતાનું બધું વજન વિરુદ્ધ ગતિ આપવામાં વાપરવુ ઘટે છે, હું મારા પડેશીઓની સાથે વાતચીત કરું છું, ત્યારે મને માલૂમ પડે છે કે તે સામે થાય તે બધું ખાઈ બેસે અને તેનાં આયડીોકરાં રઝળી પડે
૩૬
૩૬