.. બીજી ખાખતો વિષે પણ લખી શકીશ એમ ધારી કાગળ લખવાનું એક અવાડિયું લઆવ્યું, પણ હવે વધુ વિલંબ કરવા ઠીક નથી. બીજું બધું લખવા માટે આગળ ઉપર કાઈ ખીજી તક લઈશ. ભાઈ ગારધનભાઈ, તમારા મા ક॰ ગાંધી 77
પૂન્ય અનસૂયાબહેન, ભાઈ શંકરલાલ બૅંકર અને હું હમણાં જ વણુકરાતી સભામાંથી આવ્યાં છીએ. વણુકરાએ કહ્યું કે તેઓની પાસેથી મિલમાલિકા આ આના આપી કાંઈ લખાણ કરાવી લેવા ઇચ્છે છે. તેના સલાહકારની સલાહ લીધા વિના કાંઈ પણુ કાર્પાળયાંમાં સહી ન કરવાની મેં સલાહ આપી છે અને એમ પણ કહ્યું છે કે એક બે દિવસમાં એ લોકાએ વાજબી વધારે। શું માગવેા જોઈએ તે સલાહ અમે આપશું. અને જો એ સલાહ પ્રમાણે તેએ ચાલરો તો અને તેમને સૂચવેલા પગાર તે પસદ કરશે તે તેનું ભલુ થશે. આ કાર્યની અંદર મારી જવાબદારી હું ગઈ કાલે મિલગ્રુપના સભાસદોને વિનયપૂર્ણાંક બતાવી ચૂકયો છું. મને લાગે છે કે પંચનું તત્ત્વ ધણું ગૂઢ છે અને મજૂરોની આસ્થા તેની ઉપરથી ઊડે એ બિલકુલ ઇન્ક્વા યોગ્ય નથી. એટલે મારી ઉપર અનાયાસે આવેલી ફરજ છેાડી શકતે નથી. ભાઈ શંકરલાલ એંકર તથા ભાઈ વલ્લભભાઈ પટેલ પણ આ વિચારમાં સમત છે. મજૂરા કામધંધા વિના અનિશ્રિત સ્થિતિમાં રહે એ તેમને સારુ, આપને સારુ અને બધાને સારુ ઇચ્છવા યાગ્મ નથી. મુંબઈની મિલોના અપાતા ભાવ ભાઈ ઍકર લઈ આવ્યા છે. અહીની મિલો જે ભાવ આપે છે તેની નોંધ જો મને તુરત મેાલી શકે! તે આભારી થઈશ. અને મિલગ્રુપ કાઈ પણ રીતે અમારા અભિપ્રાયથી બધાયા વિના પોતાનેા અભિપ્રાય જુદા જુદા વિભાગના મજૂરાને વિષે આપી શકે તે આપે એમ ઇચ્છું છું. જો આપનામાંના કાઈ પણુ કઈ બંધન વિના મસલતમાં શામેલ થઈ શકે તે તેટલે દરજ્જે અમારા ધરાવ વધારે જ્ઞાનપૂર્વક થયા હશે. મને મજૂર, મજૂરા તરીકે ખાસ પક્ષપાત નથી; ન્યાયને પક્ષપાત છે; અને તે ઘણી વખત મજૂરોની સાથે જોવામાં આવે છે તેથી મને તેના પક્ષપાત છે, એવી માન્યતા સામાન્ય રીતે ફેલાયેલી છે. મારાથી અમદાવાદના મહાન ઉદ્યોગનું અનિષ્ટ થાય જ નહીં. એટલે મારી ઉમેદ છે કે આ કિઠન કામમાં આપનું માંડળ અમને પૂરી મદદ આપશે. આ પત્રના જવાબ તુરત આપશે। એવી મારી ઉમેદ છે. બુધવારે મોડામાં મેહુ
૧
૪૧