અમારી મસલતનું પરિણામ મારેાને જણાવી શકાય તે જણાવવાનું મે' કહ્યુ છે, તેથી હું ઉતાવળ કરું છું. ૨૬-૨-'૮ માત્ર ૩૦ ગાંધી ” આજે સાંજે બહુ જ દીધ વિચાર પછી એમ ડ્યુકે તુરતને માટે સુતર ખાતાવાળાને પડતા મૂકી સાળ ખાતવાળાને સલાહ આપવી અને તેમના તરફથી ૩૫ ટકા જુલાઈ માસના પગારમાં વધારે ગ્રુપ પાસે માગવે, ન આપે તેા સાળ ખાતાવાળાને હડતાળ પાડવા દેવી અને તેને ઘેર જઈ, તેમની સાથે ઘણા વખત ગાળી, તેના થઈ જઈ તેમને તેમની સ્થિતિ ક્લેશમય ન જણાવા દેવી. આ વિચારથી જ વારી વારીને અનસૂયાબહેનને ખાપુએ કહ્યું કે આ મહેલમાંથી નીકળી મજૂરણાની બહેન થાઓ. ખેડા વિષે એક કાગળ :
“ આપતા ગુજરાતસભા ઉપરના કાગળ મેં વાંચ્યો છે. ખેડા જિલ્લાની રૈયત સારુ કામ કરવું એ આપણા બધાની ફરજ છે. એ સભા જો એ કામ ન કરે તો ગુજરાતસભા કહી જ ન શકાય એમ હું માનું છું. રૈયતને જે સલાહ અપાય છે તેની મુખ્ય જવાબદારી મારે શિર છે. રૈયતની વાત એ છે કે પાક ચાર આનીથી એ થયા છે. સરકાર કબૂલ કરે છે કે જો પાક ચાર આનીથી આછે હોય તો રૈયતની પાસેથી તે વર્ષે કર ન ઉઘરાવવા જોઈએ. સરકાર રૈયતની વાત કબૂલ ન રાખે તો રૈયતની પાસે એક જ ઇલાજ છે કે સરકારને પેતે કર ન ભરતાં સરકારતે પોતાના માલ પણ વેચવા દેવા. રૈયત જો આમ ન કરે તે ખોટા ઠરવાને સારુ પૈસા આપવા જેવું થાય. જમીનની શક્તિના પ્રમાણમાં વિધેાટી નાખવામાં આવે છે. જમીનમાં કાંઈ ન હોય તે કર ન લઈ શકાય એ તે સ્પષ્ટ છે. સરકારે હપતા વિષે ધારે કર્યો છે, એ મહેરબાની નથી પણ કેવળ આવશ્યકતા છે. r પશુ હું જોઉં છું કે આપની અને સભાની વચ્ચે આ બાબતમાં મતભેદ રહેવાનો સંભવ છે. જાહેર કામ કરનારાએ મતભેદની અરદાસ કરવી એ તેમના કામતા એક અંશ છે. પ્રજાની આગળ અને મત મૂકી શકાય તે પ્રજાએ પોતાની પસંદગી કરવી રહી છે. “ગેરઇસન્સાફની લાગણી પ્રગટ કરવા આદરપૂર્વક કર નહીં ભરતાં ઉઘરાવવા દેવે એમાં કાંઈ ગેરકાયદે નથી એ તે મને સ્વયંસિદ્ધ જેવું લાગે છે. લિ આપતા મેાહનદાસ »
- આ કાગળ કાને લખેલે છે તે જણાતું નથી.
૪૨
,,
૪૨