લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

9 " પ્રિય મિત્ર, “ મને મારી શરમ આવે છે. ત્યાં પહોંચી જવા હું ખૂબ જ ઇંતેજાર છું. પણ ઘટના એવી બને છે કે મારું કાંઈ ચાલતું નથી. હડતાલ હજી ચાલુ જ છે અને પરિસ્થિતિ એટલી નાજુક છે કે તે છોડીને કચાંચ જવાની હું હિંમત કરું નહીં. ખેડાના પ્રકરણમાં પણ લાખા માણસના હકનેા સવાલ રહેલા છે, એટલે તેમાં પૂરતું ધ્યાન મારે આપવું જ જોઇ એ. હું જાણું છું કે અલીભાઈ એની બાબતમાં દીલ કરવી એ પણ ભયંકર છે. પણ અહીંના કામમાંથી છૂટું ત્યાં સુધી તે અહીં જ મારે રહેવુ જોઈએ. હું જાણું છું કે અહીંના કામને રખડાવું એમ તમે ન જ ઇચ્છે. મારા તરફથી મૌલાનાસાહેબની માફી માગશે ? ત્યાં જે ચાલી રહ્યું હોય તેનાથી મને માહિતગાર રાખશે.” T ૯ ભાઈશ્રી પ્રેંટ, કાલે તમે ૨૮–૨–૨૮ નિખાલસપણે વાત કરી તે ઉપરથી આ કાગળ લખવાને મને ઉત્તેજન મળે છે. આખા હિંદુસ્તાનમાં સ્થિતિ નીચે પ્રમાણે છે. જૂના યુગને ઠેકાણે નવેા યુગ આવી રહ્યા છે. એ નવા યુગની સ્થાપના શાંતિમય માર્ગ થાય અથવા તે તે પહેલાં કેટલાંક દુ:ખ- દાયક તોફાનો થાય. એ એમાંથી શું થશે એને આધાર, છેક ટોચ ઉપરના શહેનશાહના પ્રતિનિધિએ કરતાં માટે ભાગે તમારા જેવા સિવિલ સર્વિસના અમલદારા ઉપર છે. તમારી ઇચ્છા ભલું કરવાની છે, પણ તમે પ્રેમના દાવાથી નહી પણ ભયના જોરથી અમલ ચલાવવા ઇચ્છે છે. સિવિલ સર્વિસના અમલદારાની શક્તિને સરવાળે એ બ્રિટિશ રાજબંધારણુ એમ લાધે! તો સમજે. એ રાજ- અધારણના ખરા અર્થ તમે ઇચ્છે! એટલે પૂરેપૂરો તમે લેાકેાને સમજાવી શકતા નથી, તેમાં કદાચ તમારા કશે। દ્વેષ ન હોય. પણ પરિણામ એ આવે છે કે તમારી સજા કરવાની શક્તિના લોકોને ડર લાગે છે, અને ભલું કરવાની તમારી ઇચ્છા તેઓ જોઈ શકતા નથી. જેમને હોમરૂલર કહેવામાં આવે છે તે તમારી સત્તાને વિષે અધીરા થયેલા છે. તે એક ઝપાટાબધ વૃદ્ધિ પામતું મળ છે. સિવિલ સર્વિસના અમલની ભયંકર બાજી લેકાને બતાવતાં તેમને કશી મુશ્કેલી પડતી નથી. પોતાના મુક્તિદાતા તરીકે લેકા તેમને આવકારે છે. માતૃ- ભૂમિને પ્રેમ અને અમલદારાને અવિશ્વાસ એ સિવાય બીજું કશું તેમની આગળ નથી. પરિણામે તે અસતોષ ફેલાવે છે. જે તંત્રના તમે પ્રતિનિધિ છે તે આ વસ્તુ બરાબર જાણે છે અને સ્વાભાવિક રીતે જ આ અપમાન તેમને કડે

૪૬

૪૬