k ભાઈ મનસુખલાલ,
- .
તમારી ટીકાથી મને દુ:ખ નથી થતું. કાયાવાડના પ્રશ્ન મને નવા નથી લાગતો. મને તે એટલા મોટા લાગે છે કે તે મારી શક્તિની ઉપરાંત અત્યારે તે છે. મે વિચાર નથી કર્યાં એવું પણ નથી. વિચારપૂર્વક એ સવાલને મે તયેા છે. એમાં મારી નબળાઈ હાવાને સંભવ છે. તેમ હાય તો મને બળ આપવુ જોઈએ. તમે મને બળ આપો તેથી મને આવે તેમ નથી. અંતરના અગ્નિ જોઈ એ, તે નથી. ” આજે કૌટુંબિક વાતાથી ખાપુએ નવરાવી દીધા : ૨૦-૩૪૮
હરિલાલને લખેલા કાગળથી હરિલાલને દુઃખ થશે ખરું. પણ હું એથી બીજું એને નહીં આપી શકું. જગતમાં માબાપને પ્રેમ મે જેવા જાણ્યા છે તેવા કાઈ એ નહી જાણ્યા હાય. એ બાબતમાં મારા દાવા ભારે છે. જગતમાં કાઈ મારા કરતાં માર્ક આપને વધારે ચાહનારો છે એમ મને કહેવામાં આવે તે હું કહું કે તેને મારી પાસે લાવેા, હું જોઈ લઉં. મારાં માતાપિતાને મેં આથી વશ રાખેલાં હતાં. મારા પિતા ઝીણામાં ઝીણાં કામ પણ ચાકરનેકર પાસે નહીં પણ મારી પાસે જ કરાવતા. પાણી જોઈતું હોય કે પગ ચાંપવાના હોય, કંઈ પણ કામ હોય કે મને બૂમ પાડી જ છે. મારા તરફ તેમની આસક્તિ કંઈક અલૌકિક હતી. એવા આપ નહીં થાય. મે જે દિવસે નાટક જોયા તે દિવસે મારા બાપ માથુ ફૂટીને રાયા હતા. હમેશની રીત પ્રમાણે હું પગ દાખતા હતા, તે દિવસે પગ દાખતાં દાખતાં એમ વિચાર થયાં કરે કે આજે છૂટી મળી જાય તે બહુ સારું થાય, નાટક જોવાય. કહેવા ગયા, · આપુ પણ બાપુ સાંભળે શેના? જાણી ગયા ખરા કે આજે છોકરાનું ચિત્ત કયાંક ચોંટેલું છે. બીજી વાર કહ્યુ, બાપુ, આજે ભારે નાટક છે,’ તોયે જવાબ ના મળ્યા. પણ મને તે દિવસે એવા તેા મેહ લાગ્યા હતા કે હું ચેતું શેને ? ત્રીજી વાર કહ્યું, ૮ આજે ભારે નાટક છે, બાપુ જોવા જાઉં ? ' ‘ જ. . . . જાએ ', એ શબ્દ એમના મેાંમાંથી નીકળ્યા પણુ એને અ‘ના જાએ ' એમ જ હતા. છતાં આપણે તે ગયા. નાટકનેા પહેલા જ પડદો ખૂલેલા હતા, અને હું તે નાટકને ભારે રસ લેવાને તત્પર થઈ રહેલા હતો. તેવામાં ઘેથી એક જણે આવીને ખબર આપ્યા, આપુ તે ઘેર રાઈ ને માથુ ફૂટે છે.” હું તરત નીકળી આવ્યા. ઘેર જઈ ને બાપુની માફી માગી. કઈ પણ મેલ્યા નહીં. એક પણ કડવેા શબ્દ કહ્યો નથી. પોતે જ રાઈને, માથું ફૂટીને પેાતાને અણુગમે બતાવ્યેા. તે સિથી તેમની જિંદગીમાં તે મેં કદી નાટક નથી જોયા.
પર
૫૨