લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ ભારે મૂડી છે, આ તેમનું મેટું ધન છે. તેમણે ગીતાનું રહસ્ય લખ્યું છે. પરંતુ હિંદુસ્તાનની પ્રાચીન ભાવનાતે, હિંદુસ્તાનના આત્માને તેમણે ઓળખ્યા નથી એમ મને લાગ્યાં જ કરે છે અને તેથી અત્યારે દેશની આ દશા રહેલી છે. તેમના મનમાં ઊંડે ઊંડે એમ જ છે કે આપણે યુરેપિયને જેવા થઈ જઈ એ. અત્યારે યુરેપ જેવા શોભી રહ્યો છે—એટલે કે જેમના મનમાં યુરેાપીય વિચાર પેસી ગયા છે તેમને યુરોપ જેવા શાભતા લાગે છે — તેના જેવા હિંદુસ્તાનને શોભાવવાના તેમને આરાય છે. તેમણે છ વર્ષ કારાવાસ ભોગવ્યા પણ યુરેોપીય પ્રકારની એક બહાદુરી બતાવવાને માટે, એવા વિચારથી કે આ લેકે અત્યારે આપણને ર ંજાડી રહ્યા છે તે લોકો જોઇ લે કે આપણે પાંચ પચીસ વર્ષ કેવા જેલમાં રહી શકીએ છીએ. સાઈબીરિયાની જેલમાં રશિયાના ઘણા મેાટા મોટા પુરુષો જિંદગી સુધી સડી ગયા પણ તે કાંઈ આત્મજ્ઞાનને લીધે જેલમાં નહીં ગયેલા. આવી રીતે જિંદગી ગુમાવી દેવી એ આપણું પરમ ધન નકામું વાવરી દેવા જેવુ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તિલકજીએ આ જેલનું દુ:ખ વૈધ્યુ હોત તે આજે દશા જુદી જ હેાત અને તેમના જેલ ગયાનાં પરિણામ જુદાં જ આવ્યાં હોત. હું તેમને આ સમજાવવા ઇચ્છું છું. ઘણી વખત અતિશય વિવેક સાથે મારાથી તેમને જેટલું કહેવાય તેટલું મે કહ્યું છે. જોકે મે સ્પષ્ટ નથી કહ્યું કે લખ્યું. મેં લખ્યું છે તેમાં મારું કહેવાનું ગૌણુ રહી જાય તેવું છે ખરું, પરંતુ તિલક મહારાજતી નિરીક્ષણુશક્તિ એટલી ભારે છે કે તે સમજી જાય. પણ આ વાત એવી છે કે કહ્યું કે લગ્યેથી ન સમાવી શકાય. તેને અનુભવ કરાવવા માટે મારે તેમને પ્રત્યક્ષ દષ્ટાંત આપવુ જોઈ એ. પરાક્ષ રીતે મેં ઘણી વાર કહ્યું છે પર ંતુ પ્રત્યક્ષ દષ્ટાંત આપવાની તક મને મળે તે મારે કદી જતી ન કરવી જોઈ એ, અને આ એવી તક છે. તેવી જ બીજી વ્યક્તિ મદનમેાહન માવિયા છે. હિંદુસ્તાનના આગેવાનામાં તે અત્યારે પવિત્રમાં પવિત્ર પુરુષ છે, એટલે કે રાજદ્વારી પુરુષોમાં અને આપણે જાણીએ છીએ તેએમાં. અદૃશ્ય પવિત્ર પુરુષો તે ધા હશે. પણ તે આટલા પવિત્ર હાવા છતાં અને વળી તે ધનું પણ જ્ઞાન ધરાવે છે છતાં હિંદુસ્તાનના ભવ્ય આત્માને તેમણે બરાબર એળખ્યા નથી એમ મને લાગે છે. આ મે બહુ કહી નાખ્યું, માલવિયાજી આ સાંભળી મારા પર ક્રોધ કરે અને મારા તિરસ્કાર પણ કરે કે આ બહુ અભિમાની માણસ છે. પણ વાત તદ્દન સાચી છે એટલે કહેતાં હું જરા પણ અચકાતા નથી. મેં તેમને ઘણી વાર કર્યું છે. તેમની સાથે તે મારે પુષ્કળ સ્નેહ છે એટલે તેમની સાથે મે પુષ્કળ વવેડ પગુ કરી છે. છતાં મારી બધી ક્લીલને અતે તેઓએ કહ્યું છે કે એ બધી વાત સાચી પણ મારા માન્યામાં નથી આવતું. તેમને પણુ

૫૬

૫૬