લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પેાતાની પ્રતિજ્ઞા વિષે સમજાવતાં આગળ મેલ્યા : મારી પ્રતિજ્ઞા મજૂરોને પોતાના ટેક પળાવવા માટે છે, પ્રતિજ્ઞાની કિંમત લેાકેાને સમાવવા માટે છે. દેશમાં લેકા ગમે ત્યારે પ્રતિજ્ઞા લે અને ગમે ત્યારે તોડે એ દીન દશા સૂચવે છે. અને દસ હજાર મજૂરા પોતાની પ્રતિજ્ઞા તોડે એટલે તો દેશની અધોગતિ જ થાય. મજૂરાનેા સવાલ તે કરી ઉપાડી જ ન શકાય. જ્યાં ત્યાં એમ દાખલેા ટંકાય કે દસ હાર મજૂરોએ વીસ દિવસ દુઃખ વેથ્યુ અને ગાંધી જેવા તેમનેા નેતા હતા છતાં તે યા નહીં. એટલે કાઈ પણ રીતે મજૂરી કેમ મક્કમ રહે તે મારે વિચારવાનું રહ્યું. તે મારી જાતને કષ્ટ આપ્યા સિવાય હું કેમ કરી શકે? પ્રતિજ્ઞા પાળવા માટે આવાં કષ્ટ પણ ઉઠાવવાં પડે એવા દાખલા તેમને આપવાની જરૂર જણાઈ. અને મે આ પ્રતિજ્ઞા લીધી. મારી પ્રતિજ્ઞા દૂષિત છે તે હું સમજું છું. આ પ્રતિજ્ઞાને લીધે મિલમાલિકા મારી ઉપર દયા ખાઈ ને મજૂરને પાંત્રીસ ટકા આપે એવા સભવ છે. મારી Jચ્છા એવી છે કે તેને ન્યાષ લાગતા હોય તે જ તે પાંત્રીસ ટકા આપે, દયાથી કાંઈ જ ન આપે. છતાં તેનું સ્વાભાવિક પરિણામ તે જ આવે અને તેટલા પૂરતી આ પ્રતિજ્ઞા મને શર્મ લગાડનારી છે. પરંતુ મેં એ વસ્તુએ વિચાર કર્યો : મારી શરમ અને મજૂરાની પ્રતિજ્ઞા. ત્રાજવું બીજી તરફ નમ્યું અને મજૂરાને માટે મારી શરમ સહી લેવાને મે નિશ્ચય કર્યાં. જાહેર કામ કરવામાં આવું નીચાજોણું સહી લેવાને પણુ માણસે તૈયાર હોવુ જોઈ એ. એટલે મારી પ્રતિજ્ઞા મિલમાલિકાને ધમકીરૂપે છે જ નહીં અને હું તો એમ ઇચ્છું છું કે મિલમાલિકા સ્પષ્ટ રીતે આ વાત સમજે અને ન્યાય લાગે તો જ મજૂરાને પાંત્રીસ ટકા આપે. મજૂરોને પણ મારી એવી વિનતી છે કે તે મિલમાલિકાને એમ જઈને કહે. પ્રાના સમયે નીચે પ્રમાણે મેલ્યા : ૬૮-૬-૨૮ આજે દસ વાગ્યા પહેલાં સમાધાન ઘણું કરીને થઈ જશે. એ સમાધાન મારી પ્રમાદરહિત સ્થિતિમાં હું જોઈ રહ્યો છું. હું કદી ન સ્વીકારું એવું સમાધાન થયું છે. પરંતુ એમાં મારી પ્રતિજ્ઞાને દ્વેષ છે. મારી પ્રતિજ્ઞામાં ઘણા દોષો રહ્યા છે. ઘણા દોષો એટલે ગુણુ ઘેાડા અને દોષ વધારે એમ નહીં, પણુ જેમ તે અત્યંત ગુણાથી ભરેલી છે તેમ તેમાં દેષો પણ ઘણા છે. મજૂરાના સબ્ધમાં તે ભારે ગુણાવાળી છે અને તેનાં પરિણામ પણ તે જ પ્રમાણે સુંદર આવ્યાં છે. માલિકાના સંબંધમાં દોષવાળી છે. અને તેટલા પૂરતું મારે નમવુ પડયુ છે. માલિકાના ઉપર મારા ઉપવાસનું દબાણ છે. તે હું ગમે તેટલી ના પાડું તેપણુ

૫ ૮

૫૮