આશ્રમમાં મગનલાલભાઈ ને લખતાં : બેસતું વર્ષ, ૧૯૭૪ મેાતીહારી “ આજને માંગલિક પ્રસંગે તમને હું શું આપું ? જેની તમારામાં, મારામાં, ઘણામાં, ખામી છે, તે આપવાના પ્રયત્ન કરું છું. તે મળ્યું તે બધું મળ્યું. જેનામાં હોય તે જ આપી શકે. એ ન્યાયે તે હું આપું શું? પણ આપણે સાથે માગીએ. ૨૬-૬-૨૭ “ “ જોકે હું મનુષ્ય અને દેવની વાણીએ ખેલું, પણ મારામાં પ્રેમ ન હોય તો હું ઢોલ કે ખાલી ઘડા સમાન છું. જોકે હું ભવિષ્ય ભાખી શકું, મને બધું જ્ઞાન હોય, મારામાં પવતા ખસેડી શકવાની શ્રદ્ધા હાય, પણ પ્રેમ ન હોય તો હું તૃણુવત છું. જોકે હું મારું બધું ગરીમાને ખાવા સારુ આપી દઉં, મારું શરીર બાળી મૂકું, પણ મારામાં પ્રેમ ન હોય, તે મારા કાર્ય માં કોા લાભ ન હોય. “પ્રેમ બહુ સહન કરે છે, જ્યાં પ્રેમ છે ત્યાં યા છે. પ્રેમમાં દ્વેષને અવકાશ જ નથી, પ્રેમમાં અહ ંભાવ નથી, પ્રેમમાં મદ નથી, પ્રેમમાં અયોગ્યતા નથી, પ્રેમ સ્વાથી નથી, પ્રેમ ઝટ ચિડાતા નથી, પ્રેમને દુષ્ટ વિચાર આવતા નથી, પ્રેમ અન્યાયથી રાચતો નથી. પ્રેમ સત્યથી જ રાજી રહે છે, પ્રેમ બધું સહન કરે છે, બધું માને છે. પ્રેમ આશામય છે, બધું સાંખી લે. છે. પ્રેમ કદી નિષ્ફળ થતો નથી. પણ ભવિષ્યવાણી મિથ્યા થાય છે, વાચા અધ થાય છે, જ્ઞાનને! નાશ થાય છે. “જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની જેમ ખેલતા. બાળકના જેટલી મારી સમજ હતી, અને બાળકની જેમ વિચારતો. જ્યારે હું મોટા થયા ત્યારે મેં ખળપણુ છોડી દીધું. હાલ તો આપણને પરદાનું આચ્છાદન હેાવાથી ઝાંખુ ભાળીએ છીએ, પછી તો આપણે સમક્ષ ઊભી જોઈ શકીશું, હાલ તે મને ઘેાડું જ્ઞાન છે. પછી જેમ હું ઓળખા’ તેમ એળખીશ. છેવટમાં, શ્રદ્દા, આશા અને પ્રેમ આ ત્રણ વસ્તુ સ્થાયી છે. તેમાંયે પ્રેમ શ્રેષ્ઠ છે.’ “ આ વાંચજો, વિચારજો, ફરી વાંચજો. તેનું અગ્રેજી વાંચીને તેનું હિંદી કરો. મરડી મચડી ઘડીભર તે પ્રેમની ઝાંખી ખૂબ કરી લેજો. મીરાંને પ્રેમની કટારી ખૂબ લાગી હતી. તેવી કટારી આપણને પણ હાથ લાગે તે તે ભોંકવાનું બળ આપણામાં આવે તો આપણે દુનિયાને હલમલાવીએ. પણુ ક્ષણે ક્ષણે તે વસ્તુ મારામાં છે છતાં તેની ખોટ તે અનુભવ્યાં કરું છું. ઊણપ બહુ છે. અધૂરા ઘડા જેવા કાઈ વેળા થઈ જાઉં છું. કાલે જ પ્રેમથી જે મને રકતા હતા તેઓને સારુ મને અવકાશ ન હતા. તેથી મનમાં ને મનમાં અત્યાં કરતો હતા. આ કાંઈ પ્રેમની નિશાની નથી. એ તે અધૂરો ઘડા ઘણા લકાયા. તમને ૬
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૬
દેખાવ