સંમત ન થાય એવું કાઈ પણુ કાં હું કરું એમ તે તમે નહીં જ ઇચ્છે. મારે નિખાલસપણે કહેવું જોઇએ કે ખેડાના પ્રકરણમાં ન્યાય લેાકાની તરફેણુમાં છે એમ માની લઈ એ તાપણુ સત્યાગ્રહ કરવાની યોગ્યતા વિષે મારું મન કબૂલ કરતું નથી. “ પરંતુ તેથી સરકારની દમનનીતિ હું પસંદ કરું છું એમ નથી. ગઈ કાલે સર ઇબ્રાહીમ રહીમતુલ્લા તથા સર જેમ્સ બેલેને હું મળ્યા ત્યારે અનેને મે બહુ આગ્રહપૂર્વક કહ્યું હતું કે સમાધાનની નીતિ અખત્યાર કરવી એ બહુ જ આવશ્યક છે. “ તમે લાવા એટલે દોડી આવીને તમારે પડખે ઊભવાને બદલે હું આમ આનાકાની કરું છું તેનું મને દુઃખ થાય છે. પણુ એ સાથે હું એટલું પણું જાણું છું કે જે વસ્તુ હું હૃદયપૂર્વક પસંદ ન કરતો હાઉ તે હું કરુ એમ તમે નહી ઇચ્છા.” આને પાછે નીચે પ્રમાણે જવાબ લખ્યા : “ તમારા કાગળ માટે આભારી છું. મારા દરેદરેક કાને માટે તમારી સંમતિ મેળવવાની ઇન્વેન્શરી મને ગમે એટલી હાય, છતાં તમારી દલીલ પણ હું સ્વીકારું છું કે તમારા અંતરાત્મા ઉપર કાઈ પણ પ્રકારે છાણુ થવુ જોઈએ નહી. હું જાણું છું કે ખેડાનો પ્રશ્ન જેમ જેમ રાજબરેજ આગળ વધતો જશે તેમ તેમ તેના સંપર્કમાં તો તમે રહેશે જ, " એક કાગળ શ્રી નટરાજનને લખ્યો હતો. તેમાં તારા વિરોધીની સાથે જલદી સમાધાન કરી નાખ તે સિદ્ધાંત બરાબર જણાઈ આવે છે. એમાં રહેલી પ્રામાણિકતા, સામા માણસની પ્રામાણિકતા ઉપર શ્રદ્ધા અને પોતાના વિચારો બીજા સાને સમજાવવાની આતુરતા જણાઈ આવે છે: a “ ભાઈશ્રી નટરાજન, “ એ જોઈ ને મને દુઃખ થાય છે કે ઘણી વાર તમે ઉતાવળે નિય ઉપર આવી જાએ છે અને બીજા પક્ષને સાંભળવાની ધીરજ પણુ રાખતા નથી. તમે રાષ્ટ્રસેવા કરવા તે ઇચ્છા જ છે પણ તમારી આ ટેવને લીધે હું એમ કહેવાની હિંમત કરું છું કે .રાષ્ટ્રસેવા કરવાની તમારી શક્તિ ઉપર વિપરીત પરિણામ આવે છે. આ ખેડાપ્રકરણના દાખલા લે. તમે મારાથી સુદ્યે મત ધરાવે તેની મને ક્રિકર નથી. ઊલટું પોતાના મિત્રોથી વિરુદ્ધ વિચાર ધરાવવા પડે તેથી તમને દુઃખ થતું હાવા છતાં તમારા વિચાશ તમે દર્શાવેા છે તે માટે હું તમારા આદર કરું છું. પણુ મારી ફરિયાદ તો તમે ઉતાવળે નિયે બાંધી ો છે તેની સામે છે. ખેડાની લડતની અંદરની બાબતે તમે જાણતા નથી. તેને અભ્યાસ કરવાનેા તમને વખત નથી. ગોધરામાં રાજકીય પરિષદ થઈ
૬૪
૬૪