ત્રીજા તમારી પસંદગીના, આથી વિશેષ શું જોઈ એ? ખીજાં બધું ભાઈ મહાદેવ તમને લખો. મેાહનદાસના દેમાતરમ્. .. તરત હનમંતરાવને પણુ નીચે પ્રમાણે પત્ર લખ્યો : - ભાઈશ્રી હનમતરાવ,
હિન્દીની ખાખતમાં શાસ્ત્રિયાર જો મારા જ વિચારના થાય તેા તમારે વિષે હું એમ ઇચ્છું કે મારી અપીલના જવાબમાં હિન્દી શીખનાર તરીકે તમે તમારું નામ આપે અને મારા તરફથી એ બીજા તેલુગુને પણ તમે પસંદ કરો. મને ત્રણ તામિલ તો મળી ગયા છે.’ એ જ દિવસે બુધવાર પેક પૂનાથી ડૉ. નાયકના એક તાર આવ્યા : “ અહી હિન્દી વર્ગ ઊઘડવાની જાહેરાત નામદાર કામતના પ્રમુખપણા નીચે જાહેર સભામાં ૧૧મીએ કરીએ છીએ. તમારા આશીર્વાદ માટે વિનતી.” જવાબ માટે તેમણે આઠ આના ભરેલા હતા. બાપુ બહુ ખુશ થઈ ગયા અને તેમને નીચે પ્રમાણે લખાણુથી તાર કર્યોઃ “તમારા પ્રયાસને સપૂર્ણ યશ ચ્છું છું. મારી ખાતરી છે કે મહારાષ્ટ્ર, તેણે બીજી ઘણી બાબતેમાં યુ' છે તેમ રાષ્ટ્રભાષા તરીકે હિન્દીને અપનાવવામાં આગેવાની લેશે અને એમ કરીને અંગ્રેજીના વાપરને લીધે દેશની પારાવાર શક્તિને જે દુર્વ્યય થઈ રહ્યો છે તે રાષ્ટ્રને માટે બચાવશે.” 06 પોલાકને કાગળ લખ્યા : પ્રિય હેનરી, “ હું તમને નિયમિત લખી શકતા નથી. લખવાને મને વખત પશુ નથી અને શક્તિ પણ નથી. હું હમણાં એટલાં નવાં નવાં રચનાત્મક કામ ઉપાડી રહ્યો છું કે દિવસને અંતે થાકીને લોથ થઈ જાઉ છું અને બીજું કશું કામ કરવાની શક્તિ રહેતી નથી. લખવું, ભાષણા આપવાં, અને વાતો કરવી એ પણ મારે માટે કષ્ટદાયક છે. હું ધ્રુવળ ચિંતન કરવા માગું છું. સત્યાગ્રહની લડતે ચાલતી હાય ત્યારે એ બહુ વેદનામય હાય છે. અલબત્ત, એ વેદના ઉન્નતિકર ડાય છે. મને લાગે છે કે પ્રસૂતિની પીડા કઈક એવી જ હશે. “ હું ભાઈ દેસાઈ ને કહું છું કે તમને વિગતવાર કાગળ લખે.” પરમ દિવસે નટરાજનને લખેલા પત્રને નીચે પ્રમાણે ઉત્તર આવ્યે હતા. બાપુ બહુ ખુશ થયા હતા.
જીર
૭૦