જંગલ, જેને આ ઝાડ એક ભાગ છે તે જીવે છે. આપણે પણુ માનવવૃક્ષનાં આવાં પાંદડાં જ છીએ. આપણે કરમાઈ જઈએ પણુ આપણામાં જે સનાતન છે તે અનતકાળ સુધી પરિવતન પામ્યા વિના ટકી રહે છે. કાલે સાંજે આવા વિચારો કરતાં મને ભારે આશ્વાસન મળ્યું. તમારું સ્મરણુ મતે થઈ આવ્યું અને મેં નિસાસા નાખ્યા. પણ મેં તરત જ મારી ઉપર કાબૂ મેળવી લીધે અને પોતાને કર્યું : હું જાણું છું કે મારા મિત્ર એ એનુ પેલુ શરીર નથી પણુ એની અંદર રહેલા આત્મા છે.' ભાઈ જમનાદાસ ખુશાલચ ને :
પ્યાર, " તમારા પુરાણા મિત્ર ” · મારી પ્રવૃત્તિઓ વધતી જાય છે. મારા પારા ચડેલા છે તે દરમ્યાન મારા જે જે આદર્શો છે. તેની ઓળખ દેશને આપી દેવામાં મને ખપાવી દઉં છું. 22 સુજ્ઞ ભાઈ અંબાલાલજી, “ આપના વેપારી કાય માં જરાયે વચમાં આવવાની ઇચ્છા થતી નથી. છતાં ભાઈ કૃષ્ણલાલના કાગળ આજે મળ્યો છે, એ એવા છે કે મારાથી લખ્યા વિના રહેવાય એવુ નથી. શ્રીમતી અનસૂયાબહેનને ખાતર પણ તાણાવાળાને સ ંતોષવા જોઈ એ એમ મને લાગે છે. એકને સતોષવાથી ખીજા વળગશે એમ માનવાનું કારણુ નથી. વળગે તાપણુ તે સમયે ચેાગ્ય પગલું ભરી શકાય. માલિકા મજૂરોને એ પૈસા આપીને કેમ રાજી ન થાય? તેનેા અસંતોષ દૂર કરવાને રાજમા એક જ છે: એમના વનમાં પ્રવેશ કરેા અને પ્રેમરૂપી હીરની દોરીથી તેને બાંધો. હિંદુસ્તાનને સારુ આમાં જરાયે અતિશયતા નથી. પૈસાના ઉપયોગ પણ છેવટે તો દેશને ખાતર જ છે. તેને ખાતર ખરચા તો જરૂર ઊગી નીકળશે. બહેનની આંતરડીને ભાઈ કેમ દૂભવે? અને તે પણ અનસૂયાબહેન જેવી બહેનને? મને તે તેમને આત્મા અતિ પવિત્ર જણાયેા છે. તેમનું વચન તમને કાયદારૂપ હાય તાપણુ વધારેપડતું નથી. આમ આપતી ઉપર તો એવડે ખેાજો છે. નાકરાને રીઝવવા અને બહેનને આશીર્વાદ મેળવવે. મારી ધૃષ્ટતા પણુ બેવડી છે. હું એક જ કાગળમાં વેપારમાં અને કૌટુમ્બિક વ્યવહારમાં વચ્ચે આવ્યો છું. મને ક્ષમા કરશે. લિ. માહનદાસ ગાંધીના વ દેમાતરમ્ ” -