લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થશે નહીં અને તમને અનુસરશે નહીં. તમે જે કહેા છે તે તમારા મિત્રોને સમાવવા પ્રયત્ન કરે અને પછી હું જે કહું છું તેની તમને ખબર પડશે.’ કોન્ફરન્સમાં જતાં પહેલાં સર વિલિયમ વિન્સેન્ટની જોડે મુલાકાત મેળવવા માટે એન્ડ્રુઝને મેાકલ્યા. ઍન્ડ્રૂઝને પા કલાક એક બાથરૂમમાં બેસાડી રાખ્યા. ત્યાર પછી કહ્યું કે એકાદ મિનિટ હું આપી શકીશ. ઍન્ડ્રુઝને શેકહૅન્ડ પણુ ન કરી અને, આવેા મિસ્ટર ઍન્ડ્રુઝ, તમારે માટે હું શું કરી શકું એમ હું ? કહીને વાત શરૂ કરેલી. દસ વાગ્યે બાપુ એને મળ્યા. બાપુને કહ્યું : તમને હું એક મિનિટ પણુ આપી શકું એમ નથી. અલીભાઈ ના પ્રશ્નને લશ્કરભરતીના પ્રશ્ન સાથે શી લેવાદેવા છે? બાપુએ કહ્યું, ઘણી લેવાદેવા છે. અલીભાઈ આની મુક્તિથી લશ્કરભરતીને આખા પ્રશ્ન ઊકલી જશે. સર વિલિયમે કહ્યું: એ તે ઠીક. પણ તમે યુદ્ઘપ્રયાસ માટે શું કર્યુ છે? હું જાણું છું ત્યાં સુધી તે સ્થાનિક અમલદારાને તમે કેવળ ખૂબ હેરાનગતિ આપી છે. બાપુએ કહ્યું: મે ઈંગ્લેંડમાં ઘણું કામ કર્યું છે અને અહીં પશુ એવુ જ કામ કરવાની માગી મે તે કરી હતી. પણ મારી માગણી નકારવામાં આવી. સર વિલિયમ મેલ્યા : સલામ. આમ વાત ખલાસ થઈ અને બાપુ ચાલ્યા. કોન્ફરન્સની મનુષ્યખળ કમિટી માં હાજરી આપી. કંઈ યાચાલ્યા ની. સાંજે આવીને વિચાર કર્યો કે કોન્ફરન્સની રશરૂઆતમાં જેવા પત્ર લખાયો છે તેવા પત્ર કૉન્ફરન્સને અતે પણ વાઈસરોયને મેકલવા. પત્ર ધડો. સા પુત્ર હતા. તેમાં શસ્ત્રબંધીને કામો અને પ્રેસ ઍક્ટ કાઢવા માટે અને સ્વરાજ્ય તુરત આપવા માટે લખેલું હતુ. પત્રની માલવિયાને ત્યાં રાત્રે બાર વાગ્યા સુધી ચર્ચા થઈ. માલવયાએ રાત્રે પત્ર ઉપર સહી કરવાનું વચન આપ્યું. સવારે કુસકી ગયા. માલિનેયાજીએ સહી નહી કરી એટલે ખીજા સત્તર જગુાએ સહી કરી હતી તોયે પુત્ર ન મોકલવાને નિશ્ચય કર્યો. કોન્ફરન્સમાં ઉર્દૂમાં ઠરાવ રજૂ કરવાને વિચાર કર્યો. ઍન્ડ્રુઝને રન્ન માગવા મેલ્યા. બીજે દિવસે વાઈસરૉયે રા આપી. સાથે જ સંદેશ પણ મેક્લ્યા : મેં તમારા બધા મિત્રોને ખાતરી આપશે! કે મારાથી થઈ શકે તે બધું મે કર્યું છે. જે યોજના રજૂ. કરવામાં આવી છે તે પૂરેપૂરી કૉંગ્રેંસલીગ યેાજના જેવી તો નથી, પણ તત્ત્વતઃ એના જેવી હશે. હું આશા રાખું છું કે આવતી જાહે. જરાય લેવદેવની વાત નહી થાય અથવા શી રકઝક નહી થાય. આખી દુનિયા, ખાસ કરીને ઈંગ્લંડ. આતુરતાથી રાહ જોઈ રહ્યું હશે કે આવતી કાલે શું અને છે. સૌની નજર આવતી કાલ ઉપર ચાંટી છે અને

હું આશા રાખું છું કે જરાય રકઝક નહીં થાય.

૯૧