આવા પ્રૌઢ નેતાઓને, તેની સાથે ગમે તેવા મતભેદ હોય છતાં, કાઈ સલ્તનત અવગણી શકે નહીં. સાથે સાથે એટલું કહેતાં મને આનંદ થાય છે, કે પરિષદની કમિટીમાં સઘળા પક્ષના વિચાર। છૂટથી વ્યક્ત કરવા દેવામાં આવ્યા હતા. મારે માટે હું જાવું, કે ઉપર જણાવેલાં કારણેાતે લીધે જ, પરિષદની કમિટીઓમાં રાખવાનું મને માન આપેલું હોવા છતાં તેમાં હાજર રહીને મે મારા વિચારા જણાવ્યા નહીં. પરિષદમાં પણ હું કાંઈ વિશેષ ખેલ્યા નહીં. મને લાગ્યું કે પરિષદના હેતુઓની હું વધારેમાં વધારે સારી સેવા પરિષદમાં રજૂ થયેલા રાવને કેવળ ટેકા આપીને જ કરી શકીશ. અને એ ટેકા મેં મનમાં જરાયે આંટી રાખ્યા વિના આપ્યા છે. આ સાથેના જુદા કાગળમાં કેટલીક સૂચનાએ કરું છું. તે સૂચનાઓ સરકાર સ્વીકારે કે તરત મારા ટેકાને અમલ કરવાની હું આશા રાખું છું. જે સલ્તનતમાં સામ્રાજ્યના બીજા ભાગેાની સાથે નજીકના ભવિષ્યમાં અમે સપૂતાએ ભાગીદાર થવાની આશા રાખીએ છીએ, તેને આપત્તિકાળે જરાયે આનાકાની વિના પૂરેપૂરી મદદ આપવાને અમારા ધમ છે. પશુ મારે આટલું સ્પષ્ટ કરવુ જોઈ એ, કે તેની સાથે એ આશા રહેલી જ છે કે અમારી મદદને પરિણામે અમારા ધ્યેયને અમે સત્વર પહોંચી શકીશું. કર્તવ્યનું પાલન કરવાની સાથે જ તેને લગતા હકા આપોઆપ મળી જાય છે, એ ન્યાયે લેકેાને આટલું માનવાને અધિકાર છે કે જે સુધારા તુરતમાં થવાની આશા આપના ભાષણમાં આપવામાં આવી છે તે સુધારામાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગની મુખ્ય માગણીઓને સમાવેશ થશે. હું ચોક્કસ માનું છું કે આ શ્રદ્ધાને લીધે જ પરિષદના ઘણા સભ્યો સરકારને પૂરા હૃદયથી સહકાર આપવા શક્તિમાન થયા છે. “હું મારા દેશબંધુઓને સમાવી શકું તે, યુદ્ધ ચાલે છે તે દરમિયાન ૉંગ્રેસના બધા હરાવા તેમની પાસે ઊંચા મુકાવુ અને હોમરૂલ ’અથવા ‘જવાબદાર રાજ્યતંત્ર' એ શબ્દનું ઉચ્ચારણુ સરખુ ન કરવા દઉં; તથા સામ્રાજ્યની આ અણીને વખતે બધા સશક્ત હિંદીને તેના રક્ષણ અર્થે મૂંગે મોઢે હામાઈ જવા પ્રેરું. હું જાણું છું, કે આટલું કરવાથી જ અમે સામ્રાજ્યના મેટામાં મેટા અને આદરપાત્ર ભાગીદાર બની જઈ એ, અને રંગભેદ તથા દેશભેદ તો ભૂંસાઈ જ જાય.
પણ હિંદુસ્તાનના આખા શિક્ષિત વગે આનાથી એઠે અસરકારક મા લેવાનું નક્કી કર્યુ. છે. હવે એમ કહેવુ શકય નથી, કે શિક્ષિત વર્ગની આમ- જનતા ઉપર કશી લાગવગ નથી. દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન આવ્યા ત્યારથી જ જનતાના ગાઢ સંપર્કમાં હું આવતો રહ્યા છું અને હું આપને ખાતરીપૂર્વક
૯૬
૯૬