લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરવા એ હુ ધમાઁ સમજું છું. એટલે આપની અપીલ તે અમલદારાને હોવી જોઈ એ, કે તે એક પણુ માણુસને કનડે નહીં, લોકેાની સાથે સલાહ મસલત કરીને કામ કરે અને અત્યાર સુધી નથી આપ્યું. એટલું માન લોકમતને આપે. ચંપારણમાં સદીઓથી ચાલતા જુલમની સામે થઈને બ્રિટિશ ન્યાયનું સર્વોપરીપણું મે સિદ્ધ કરી બતાવ્યું છે. ખેડાની રૈયત સરકારને ગાળા દેતી હતી તે આજે સમજી ગઈ છે કે તેનામાં જ્યારે સત્યને સારુ દુઃખ વેવાની શક્તિ હેાય છે ત્યારે ખરી સત્તા સરકારની નહી પણ લેાકેાની ચાલે છે. આજે તેમનામાં કડવાશ ઓછી થઈ ગઈ છે. અને જે રાજ્યસત્તાએ સવિનય કાયદાભંગને માન્ય કર્યો તે સત્તા લાકમતને છેક અવગણુતારી ન હેાય એવી તેની પ્રતીતિ થઈ છે. તેથી મારી એવી માન્યતા છે, કે ચંપારણ અને ખેડામાં મે જે કામ કર્યુ છે તે, આ યુદ્ધમાં મારા સીધા, સ્પષ્ટ અને વિશિષ્ટ કાળા છે. એવી જાતનું મારું કામ બંધ કરવાનું. જો આપ મને કહે। તો આપ મારા શ્વાસોચ્છ્વાસ બંધ કરવાનું કહેા છે એમ હું માનું. જો શસ્ત્રાળને બદલે આત્મબળને એટલે કે પ્રેમબળને લોકપ્રિય કરી મૂકવામાં હું સફળ થાઉં તો હું જાણું છું કે હું હિંદુસ્તાનને એવુ અનાવી શકે જે, આખા જગતની તેની ઉપર કરી નજર થાય તે તેની સામે પણ સૂઝી શકે. તેથી હરહમેશ કષ્ટ સહન કરવાના આ સનાતન નિયમ મારા વનમાં વણવાને હું મારા આત્માને કસ્યાં કરીશ, અને એ નિયમના સ્વીકાર કરવા છીન્નને તેાતર્યાં કરીશ. બીજી કાઈ પ્રવૃત્તિમાં હું ભાગ લેતો દેખાઉં, તે તેને હેતુ પશુ આ જ સનાતન નિયમની અદ્વિતીય શ્રેષ્ઠતા સિદ્ધ કરવાના છે. “ છેવટમાં મુસલમાન રાજ્ગ્યા વિષે ચોક્કસ ખાતરી આપવાનું બ્રિટિશ પ્રધાનમંડળને સૂચવવા હું આપને વીનવું છું. આપ જાણે છે કે દરેક મુસલમાન એને વિશ્વ ચિંતાતુર છે. પોતે હિંદુ હોઈને હું તેમની લાગણી વિષે બેદરકાર નથી રહી શકતો. તેમનાં દુઃખ એ અમારાં હોવાં જ જોઈ એ . આ મુસલમાન રાજ્યાના હકને જાળવવામાં પોતાનાં ધમ સ્થાને વિષેની તેમની લાગણીને માન આપવામાં અને હિંદુસ્તાનની હેામલ વિષેની માગણીના વેળાસર સ્વીકાર કરવામાં સામ્રાજ્યની સહીસલામતી રહેલી છે. હું આ લખું છું કારણું અંગ્રેજ પ્રશ્નને હું ચાહું છું અને (સામ્રાજ્ય પ્રત્યે) જે વફાદારી અગ્રેજમાં હેાય તે જ વાદારી દરેક હિંદીમાં જગાવવા હું ઇચ્છું છું. સેવક મા ક ગાંધી " સાથે જે પત્ર મેાઢ્યા હતા તેમાં લશ્કરભરતીના કામમાં પેાતાની સેવા લેવાને માટે સરકારને વિનંતી કરેલી. દક્ષિણ આફ્રિકામાં અને ઇંગ્લૅન્ડમાં સારવાર ટુકડીએ ઊભી કરવાના પોતાના અનુભવે પોતાની લાયકાત તરીકે રજૂ કરેલા.

e2

૯૮