દિલ્હીથી નીકળ્યા. આખે રસ્તે તબિયત ફીક ન હોવાથી સૂઈ રહ્યા. હરિલાલને નીચે પ્રમાણે પત્ર ગાડીમાં જ લખ્યું:
- --૨૮
“ તમારા કાગળ મતે દિલ્હીમાં મળ્યો હતો. તમને શું લખું ? સહુ પોતાના ખવાસ પ્રમાણે કરે છે. ખવાસે ઉપર અંકુશ મેળવવામાં જ પુરુષાર્થ છે, એ જ ધ' છે. તમે એ પુરુષા કરા એટલે તમારા દોષો ભુલાઈ જશે. તમે ચેરી તો નથી જ કરી એમ કહેા છે એટલે હું માનીશ; જગત નહીં માને. જગતનું મહેણું સહેજો અને હવે પછી સાવધાન રહેજો. જગતના વિચાર બદલજો. તમારું જગત તમારા શેઠ છે. કારટમાં તમારો ન્યાય થાય તેથી ન ડરો, મારું માનેા તો વકીલ ન રાખજો. તેમના જ વકીલને બધું સમજાવો. “ તમારે હાથે હીરા હતા તે તમારી સાહસિક અને અધીરી પ્રકૃતિથી ખાઈ ખેડા છે. તમે આળક નથી. તમે જગતના રસ ઘેાડેા નથી ચાખ્યા. જો ધરાયા હા તે પાછા વળો. હિંમત ન હારત્ને. તમે સાચા છે! તે સત્ય ઉપરથી વિશ્વાસ ન છેડો. સાચ એ જ પરમેશ્વર છે. ગુણેા જડ નથી, ચૈતન્યમય છે. તમારી જિંદગી વિચારરહિત અને સ્વચ્છંદી રહેલી છે. હવે વિચારમય અને સયમમય કરે એવું ઇચ્છું છું. “ મારાથી સહેજે દિલ્હીમાં અતિ ભારે કામ થઈ ગયું છે. તેનું થા વન તમે છાપાંમાં જોશે. મને લખવાનેા વખત નથી. ભાઈ મહાદેવ નવરાશ શોધી તમને લખશે. તે બધું તેણે જોયું. એણે તમારી ગરજ સારી છે. પણ તમે તેની જગ્યાએ હોત તે કેવુ સારું, એવી મમતા હજી નથી જતી. જો મને ખીન્ન પુત્રો ન હત તે ઝૂરીને મરી જાત. પણ જે થયા છે તેને ખસેડવ્યા વિના મારે તમારે જ્ઞાનપૂર્વક પુત્ર બનવુ હોય ત્યારે તમારી જગ્યા છે જ. બાપુના આશીર્વાદ ” સવારે નિયાદ પહોંચ્યા. દિલ્હીની વાતચીત થઈ. રાત્રે મુંબઈ જવા નીકળ્યા. ૨-૬-૬૮ ફ્-બ્-'૮ મુંબઈ પહોંચ્યા, મિસિસ એસટને મળ્યા. લશ્કર ભરતીના સંબંધમાં બાપુને પક્ષ તેમણે સ્વીકાર્યો. સાંજે કેંગ્રેસકમિટીની મિટિંગમાં ગયા. મુખ્ય ઠરાવ સરકાર માટે માણસે ઊભા કરવા બાબતને! હતા. ખાપરડે, તિલક વગેરે અમને સ્વરાજ આપે તે અમે મદદ આપીએ.' એવે આયડ ધરીને એડ્ડા. બાપુએ બિનશરતી સહુકાર વિષે અસરકારક શબ્દો કહ્યા :
66
૯૯