એ આક્ષેપને જવામ ૧૦૧ નહાતા. સ્વામી શ્રદ્ધાનંદનુ કહેવુ તે એમ છે કે કાયદાનો ભંગ તે સત્તાવાળાએ તરફથી કરવામાં આવ્યા હતા. ત્યાં જે મુઠ્ઠીભર સત્યાગ્રહીઓ હાજર હતા તેમણે તે પોતાના જાનના જોખમે ટાળાઓના તેમ જ સ્થાનિક સત્તાવાળાઓના ગાંડપણને અંકુશમાં રાખવાનેા પ્રયત્ન કર્યાં હતા. ફેંસલામાં આગળ જણાવ્યું છે: ‘સત્યાગ્રહ સભા જે કાયદા તોડવાનું નક્કી કરે તે કાયદાને સવિનય- ભગ કરવાના હક એ પ્રતિજ્ઞા લેનારને પ્રાપ્ત થાય છે.’ આ વાકયમાં હકીકતને ખોટી રીતે રજૂ કરવાના તેમ જ ખરી હકીકતને દાબી દેવાતા એમ એ દોષ રહેલા છે. પ્રતિજ્ઞા લેનારાએ સત્યાગ્રહ સભા નક્કી કરે તેવા કાઈ પણુ કાયદાને વિનયભંગ કરવાનેા નથી, પણ પાતે નીમેલી ખાસ કમિટી જે પસંદ કરે તે કાયદાને વિનયભંગ કરવાના છે. આ ભેદ મહત્ત્વનેા છે. વળી વિદ્વાન મજિસ્ટ્રેટે એ વસ્તુ દર્શાવી જ નથી કે સવિનય કાયદાભંગ કરતી સખતે સત્યાગ્રહી, સત્યને વળગી રહેવાને અને કાઇના પણુ નનમાલને નુકસાન નહીં પહોંચાડવાને પોતાની પ્રતિજ્ઞાથી બંધાયેલા છે. આ વરતુ ઓછી મહત્ત્વની નથી. આગળના વાકયમાં મેજિસ્ટ્રેટ પેાતાના જે અજ્ઞાનનું પ્રદર્શન કરે છે તે તે અક્ષમ્ય છે. એ કહે છે કે સવિનયભગ એટલે શું તે કાઈ જગ્યાએ સમાવવામાં આવ્યું નથી.’સવિનય કાયદાભંગ કરવા માટે જ્યારે તે સજા કરવા બેઠા હતા ત્યારે એ વસ્તુ શી છે તે પૂરેપૂરું સમજી લેવાની તેમની ફરજ હતી. સત્યાગ્રહ વિષેતી અધી પત્રિકાઓ, જેમાં થારાને · કાયદાની સામે થવાની ફરજ” એ સુપ્રસિદ્ધ લેખ પણ છે, એ તેમને ઉપલબ્ધ હતાં. “ તે પછીનાં મૅજિસ્ટ્રેટનાં વાકયોનુ એદાપણું હું અતાવું તે પહેલાં કાયદાના વિનયભગ એટલે શું એ ટૂંકમાં સમાવવાને હું પ્રયત્ન કરીશ. સવિનય કાયદાભંગ, એ કાયદાના અવિનયી અથવા અનીતિમય ભગથી વિરુદ્ધ છે. સવિનય કાયદાભંગ એવા જ કાયદાના હોય, જે નીતિને લગતા ન હાય. વર્ષી કાયદાએ પણ ફેાજદારી તથા દીવાની એ પ્રકારના હોય છે. કાયદાના સવિનયભંગ કરનાર ઇન્ડિયન પીનલ કાડની ૧૨૪૪ કલમ જેવા કૃત્રિમ ફાજદારી કાયદાને સવિનયભંગ કરતાં અચકાશે નહી. એ કાયદા પ્રમાણે ન્યાયાધીશની ધૂન અથવા તો પૂર્વાંગ્રહ પ્રમાણે કાઈ પણ વસ્તુને રાજદ્રોહી ગણી શકાય એમ છે. સવિનયભગ કરનાર બીજાના હક ઉપર તરાપ આવે એવું કાઈ પણ કૃત્ય કરશે નહીં. કાઈ પણ વ્યક્તિ અથવા સ ંસ્થા પ્રત્યે દ્રેષ અથવા તિરસ્કાર પેદા કરવાની દૃષ્ટિએ તે કાઈ પણ કૃત્ય કરશે નહીં. પરંતુ કાઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાના દ્વેષજનક અથવા તિરસ્કારયુક્ત કૃત્યને તેનાં પરિણામેની પરવા કર્યાં વિના અનાદર કરતાં અથવા તેને ઉઘાડા પાડતાં તે અચકાશે નહીં.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૦૧
દેખાવ