૧૯ લેખી એકરાર (ચાલુ) તેને સારુ થતી શિક્ષા વહેારી લઈને જાતે દુઃખ સહન કરશે. આથી સત્યાગ્રહ એટલે વિનયપૂર્ણાંક કાયદાને ભગ એમ લેાકા સમજે છે. તેમાં નીતિમય કાયદાના નહી પણ નીતિથી નિરપેક્ષ કાયદાતા જ ભંગ કરવાતા હોય છે, સાધારણ રીતે કાયદાના ભંગ કરનાર માણસ છુપાઈને કાયદો તોડે છે અને તેની શિક્ષાથી દૂર ભાગવા મહેનત કરે છે. પણ સત્યાગ્રહી તેમ નથી કરતો. કાયદાના ભંગથી જે શિક્ષા થાય તેની બીકથી નહીં પણ સમાજના કલ્યાણને માટે તે કાયદાને જરૂરના ગણે છે. તેથી સત્યાગ્રહી હમેશાં કાયદાને માન આપે છે. પણ એવા કેટલાક પ્રસંગ આવે છે - – જોકે તે સાધારણુ રીતે જૂજ જ હોય છે — જ્યારે અમુક કાયદા એના અતઃકરણને એટલા બધા અન્યાયી લાગે છે કે તેને આધીન થવુ એ દૂધણુ ગણાય. આવે વખતે તે ખુલ્લી રીતે અને વિનયપૂર્વક તેને ભંગ કરે છે અને તેની શિક્ષા શાંતિથી સહન કરે છે. વળી કાયદો ઘડનારના વતનની સામે પેાતાને વાંધા નેાંધાવવાને જે કાયદાના ભંગમાં અનીતિ સમાયલી ન હોય તેવા બીજા કાયદાને પણ ભંગ કરીને એટલે અંશે રાજ્યને મદદ કરવાનું પણ તે બંધ કરે છે. મારા મત પ્રમાણે સત્યાગ્રહ એટલે સુ ંદર અને અસાધક છે અને તેના સિદ્ધાંત એટલા સરળ છે કે તેને ઉપદેશ ખળકાને પણ કરી શકાય. ગિરમીટિયા મજૂરને નામે એળખાતાં હારા સ્ત્રીપુરુષો અને બાળકાને દક્ષિણ આફ્રિકામાં મેં સત્યાગ્રહના ઉપદેશ કર્યાં હતા અને તેનાં સરસ પરિણામ આવ્યાં હતાં. ફાલટ કાયદા રાર્લેટ કાયદા પ્રગટ કરવામાં આવ્યા ત્યારે મને એમ લાગ્યું કે વ્યક્તિની સ્વતંત્રતાને તે એટલા બંધનકર્તા હતા કે તેની સામે થવામાં અને તેટલી શક્તિ વાપરવી જ જોઈએ. મે એ પણ જોયું કે તે કાયદાની સામેને વિરાધ હિંદીમાં સર્વ સામાન્ય હતા. સમગ્ર પ્રજાવ તે અણગમતા હોય એવા કાયદા ઘડવાને ગમે તેવા આપખુદી રાજ્યને પણુ હક નથી, તો પછી હિન્દી સરકાર જેવી અધારણની રીતરસમેા પાળતી સરકારથી તે આમ ન જ થઈ શકે. મને એમ પણ લાગ્યું કે આ કાયદા સામેની ચળવળ એસી ન જાય અથવા તેા તાકાનને રસ્તે ચદી ન જાય તે માટે તેને ચાક્કસ દિશામાં વાળવાની જરૂર હતી. છઠ્ઠી એપ્રિલ તેથી કાયદાના ભંગના તત્ત્વ પર ભાર મૂકીને દેશને સત્યાગ્રહને ઉપદેશ કરવાની મેં હિંમત ધરી. આ ચળવળ કેવળ આંતિરક અને પવિત્ર છે. તેથી ઠ્ઠી એપ્રિલના એક દિવસને સારુ ઉપવાસ અને પ્રાર્થના કરવાની તે
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૧૮
દેખાવ