લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
 
૧૩૧
 

જસ્ટિસ રેલ્ફિનના સવાલે ૩૧ તેમાંના ઘણાએ પેાતે કરેલાં પાપાને પશ્ચાત્તાપ કર્યાં છે; કેટલાકે ગુના કરવાનુ છોડી પણ દીધુ છે. આમ છતાં જુબાની ન આપવાના એવા અધિકારના દાવા હું પોતે કરતા નથી. હું મને પોતાને સંપૂર્ણ સત્યાગ્રહી માનતા નથી. એટલે મારી નજરે ગુને થયેલા હું જોઉ તે તેને વિષે સાક્ષી ન જ આપુ એવુ હું કહી શકતા નથી. સ – આ સિવાય બીજું કંઈ તમારે કહેવાની ઇચ્છા છે? 10— – હા છે. મને લાગે છે કે જે ખાસ અદાલતા અહીં નીમવામાં આવી હતી તેમનુ કામ ઠીક ઠીક ન્યાયસર થયું હતું. આથી મને ટીકા કરતાં સર્કાચ થાય છે. તાપણુ આટલું તો કહીશ કે સરકારે લડાઈ કરવાના ગુનાને આરોપ લાકા પર મૂકવા નહાતો જોઈ તે. તેમ થવાથી કેટલાક લેાકેાને હૃદ કરતાં વધારે સજા થઈ છે. એ ઉતાવળું પગલું હતું. સ॰ — પણ એ તેા તમે સરકારી વકીલનો દોષ જણાવ્યા. - 9111 હું એમ નથી માનતા. આવાં ભારે કામેામાં સરકારી વકીલ તેના મુખીને પૂછ્યા વિના જવાબદારી ન ઉઠાવે. તેથી હું કમિટીને કહેવા ઇચ્છું છું કે અદાલતોની મારફતે ચેાગ્ય અને કેટલીક વેળા જોઈ એ તેથી વધારે સજા થયા છતાં અમદાવાદની ઉપર જે દંડ નાખવામાં આવ્યો છે તે વધારે- પડતા ગણાય જ. વળી મજૂરીની ઉપર સરખે હિસ્સે કર નાખવામાં આવ્યા એ એવડી સજા કરવા જેવું થયું છે. વળી કર ઉઘરાવવાની ઢબ ગેરવાજખી અને મજૂરાને હાલાકી કરનારી ગણું છું. નિડયાદ તેમ જ બારેજડી ઉપર વધારાની પેાલીસ નાખવામાં આવી છે એ તદ્દન ગેરવાજબી માનું છું, ડિ- યાદના કલેક્ટરે પાટીદાર અને વાણિયાવગ ઉપર મેન્દ્રે નાખવા વિષે જે લીલા આપેલી છે તે વજૂદ વિનાની છે, એટલુ જ નહીં પણ તેમાં વેરભાવ જોઉં છું, મને તે ખાતરી થઈ છે કે જેએ ટ્રેનના પાટા ઉખેડવા ગયા હતા તેઓને નડિયાદીઓએ જરા પણ મદદ નથી કરી. એટલું જ નહીં પણુ તેઓએ સરકારને મદદ કરેલી છે, અને તેઓએ આપેલી મદદ કલેક્ટરે સુંદર શબ્દોમાં કબુલ પણુ કરેલી છે. મારા અભિપ્રાય પ્રમાણે ખારેજડી અને નડિયાદને જે દંડ થયા છે તે રદ થવા જોઈએ અને બારેજડી-નડિયાદ ઉપરથી વધારાની પોલીસ ખેંચી લેવાવી જોઈ એ. જસ્ટિસ રૅન્કિનની તપાસ જસ્ટિસ રૅન્કિન — હું તમને લાંના સવાલ પૂવા નથી ઇચ્છતા. સત્યાગ્રહની ઊંડી ચર્ચામાં પણ નહીં ઉતારું. પણુ જો તમને હરકત ન હોય તે તમારી મારફતે હું કેટલીક ખબર જાણવા ઇચ્છું છું. તમે કહે છે કે તમે પોલીસના હુકમોને પૂરેપૂરું માન આપવાને લેાકાને સૂચવેલું હતું.