લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
 
૧૫૪
 

૧૫૪ કાચવાઈને ઉદાર ન થવાય મિસ કેરિંગને દિલ્હીથી પત્ર : 9 ૨૦-૨-'ર્ “ વહાલી દીકરી, “ તું આશ્રમમાં આવી તેવા જ મારે આશ્રમ છેડવા પડયો તેથી મને દિલગીરી થઈ છે. મારે તારી સાથે " વાતેા કરવી હતી અને તને કશી ચિંતા હોય તે। આશ્વાસન આપવુ હતું. દેવદાસે મને કહ્યું કે તારે એકલા આવવું પડયું ત્યારે મને વધારે દુ:ખ થયું. હું આશા રાખું છું કે તારે જે કાંઈ જોઈતું કરતું હોય તે તું માગી લેતી હઈશ અથવા કાઈ તારી જરૂરિયાતોનેા વિચાર કરી લેતું હશે. “રસોડામાં થયેલા ફેરફારો તે જાણી લીધા હશે. ભુવરજી હવે રસોડામાં કામ નહીં કરે. રસોડામાં તું મને મદદ કરે એમ ઇચ્છું છું. પણ તેમાં તને ફાવે એમ ન હોય તેા તારે એ કરવાનું નથી.

.. આપણે સાચાં ઉદાર ત્યારે થયાં કહેવાઈ એ જ્યારે ઉદાર થવામાં આપણને આનંદ આવે. મે એવા મિત્રો જોયા છે જેઓ કાચવાઈ ને ઉદાર થાય. તેમની ઉદારતામાં એક પ્રકારનું શહીદ થવાપણું આવી જાય છે. કષ્ટ- સહન કરતાં આનંદ પામવા, આપણું અપમાન કરે તેની દયા ખાવી અને તેની નબળાઈ માટે તેની પર વધારે પ્રેમ કરવા એ ખરી ઉદારતા અથવા અહિંસા છે. પણ એ દશાએ આપણે ન પહોંચી શકીએ, તે એના અખતરા કરવા નહીં . . . કાઈ પણ કારણે તારી આંતરિક શાન્તિ અને આનંદ તું ગુમાવી બેસે એ મને પોષાય એમ નથી. હું ઈચ્છું છું તારું વન તું એવી રીતે ગાવી લે કે આશ્રમમાં તને વધારે આનદ આવે, વધારે સુખ મળે અને સત્યનું વધારે સારું દન થાય. આશ્રમમાં રહેવાથી તુ વધારે સારી ખ્રિસ્તી થાય એમ ઇચ્છું છું. ગઈ કાલે આખા દિવસ અને રાત મને તારા વિચાર આવ્યા. હું પ્રાર્થના કરું છું કે શરીરે, મને અને આત્માએ તુ વધારે સ્વસ્થ થાએ, જેથી પ્રભુની સેવાનું વધારે સારું સાધન તુ બની શકેા. et ... “અને હું ઇચ્છું છું કે તુ દીપકની દોસ્તી કરે. એ પણુ એક મેટા પ્રયાગ છે. એ કાણુ છે એ મહાદેવ કહેશે. વધારે લખવાનેા મને વખત નથી. તારી ઇચ્છા થાય તેા મહાદેવને આ કાગળ વચાવજે. પ્રાર્થનાના જવાબમાં આ કાગળની ઉત્પત્તિ છે. આજે પઢિયે ઉત્સાહના એ શબ્દો તને લખવાની ઇચ્છા થઈ આવી. બિચારા મહાદેવ માટે મને એવી જ લાગણી થાય છે. તેને ગન્ન ઉપરાંત મેન્ગે ઉડાવવેા પડે છે. ઈશ્વરના પાડ છે કે તેનું અંતઃકરણુ બહુ જ સવેદનશીલ છે. તે એના પોતાના પ્રત્યે બહુ અક્ષમાવાન રહે છે. પણ એના સ્વભાવ બહુ આળા છે. પેાતાની અંદર રહેલા દિવ્ય-